Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mufti Salman Azhari સામે જૂનાગઢ અને કચ્છ બાદ મોડાસામાં ગુનો નોંધાયો

Mufti Salman Azhari: જૂનાગઢ તથા કચ્છ( Kutch) માં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલી વધી છે. અત્યારે મળતી જાણકારી પ્રમામે મૌલાના મુફ્તી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો છે. જૂનાગઢ અને કચ્છ બાદ હવે Mufti Salman Azhari વિરૂદ્ધ અરવલ્લીના મોડાસામાં...
mufti salman azhari સામે જૂનાગઢ અને કચ્છ બાદ મોડાસામાં ગુનો નોંધાયો

Mufti Salman Azhari: જૂનાગઢ તથા કચ્છ( Kutch) માં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલી વધી છે. અત્યારે મળતી જાણકારી પ્રમામે મૌલાના મુફ્તી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો છે. જૂનાગઢ અને કચ્છ બાદ હવે Mufti Salman Azhari વિરૂદ્ધ અરવલ્લીના મોડાસામાં સામે ફરી ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, મૌલાનાએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેથી અત્યારે તેની સાથે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ છે. ફરિબાદની વાત કરવામાં આવે તો મોડાસા ટાઉન પીઆઈ કેસના ફરિયાદી બન્યાં છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે 24 ડિસેમ્બરે મોડાસામાં કાર્યક્રમ યોજાયો હતો. ભડકાઉ ભાષણ આપવા માટે મૌલાના તેમજ આયોજક ઇશાક સામે પણ ફરિયાદ નોંધાઈ છે. મૌલાનાની ભચાઉથી જામીન બાદ ધરપકડ કરી શકે છે.

Advertisement

ગુજરાત ATS મૌલાનાની મુંબઇથી ધરપકડ કરીને લાવી હતી

આ પહેલા 31મી જાન્યુઆરીના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Mufti Salman Azhari) એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. અહીં સલમાન અઝહરીએ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું ત્યારબાદ આયોજક અને મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ ભડકાઉ ભાષણ આપવાના મુદ્દે જૂનાગઢ પોલીસે મૌલાનાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. ગુજરાત એટીએસ મૌલાનાની મુંબઇથી ધરપકડ કરીને અમદાવાદ લાવી હતી અને તેની પૂછપરછ કર્યા બાદ તેને જૂનાગઢ પોલીસને સોંપ્યો હતો.

મૌલાનાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં

રાજકોટ જેલમાંથી મૌલાનાનો કબજો મેળવી કચ્છ ( Kutch) પોલીસે આજે ભચાઉ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે મૌલાના સલમાન અઝહરી રજૂ કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળીને ભચાઉ કોર્ટે ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ઉલ્લેખની છે કે, તપાસ એજન્સીએ આજે 22 મુદ્દાઓના આધારે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેમાં તેના બેન્ક એકાઉન્ટ તેમના પરિવારના સભ્યોના બેન્ક એકાઉન્ટની તપાસ તથા કચ્છ કાર્યક્રમ દરમ્યાન એરપોર્ટમાં લેવા જનાર વ્યક્તિની ઓળખ કરવા માટે રિમાન્ડની માંગ કરી હતી.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: ભડકાઉ ભાષણના કેસમાં મૌલાના સલમાન અઝહરીને 3 દિવસના રિમાન્ડ

Advertisement
Tags :
Advertisement

.