Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : એમ. ડી.ડ્રગ્સનું વેચાણ કરતું દંપતી ઝડપાયું

અહેવાલ---આનંદ પટણી, સુરત  "નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન "અંતર્ગત સુરતની રાંદેર પોલીસે વેશપલટો કરી એમ.ડી. ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ મુસ્લિમ દંપતીને ઝડપી પાડ્યું છે.પોલીસે દંપતી પાસેથી 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો,ત્રણ મોબાઈલ,એક મોપેડ સહિત ત્રણ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ...
surat   એમ  ડી ડ્રગ્સનું વેચાણ કરતું દંપતી ઝડપાયું
Advertisement

અહેવાલ---આનંદ પટણી, સુરત 

"નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન "અંતર્ગત સુરતની રાંદેર પોલીસે વેશપલટો કરી એમ.ડી. ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ મુસ્લિમ દંપતીને ઝડપી પાડ્યું છે.પોલીસે દંપતી પાસેથી 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો,ત્રણ મોબાઈલ,એક મોપેડ સહિત ત્રણ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય પેડલરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ રાંદેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

એમ. ડી.ડ્રગ્સનું વેચાણ કરતા મુસ્લિમ દંપતીને ઝડપી પાડવામાં સફળતા

Advertisement

ડ્રગ્સની બદીને જડમૂળથી કાઢી નાંખવા શહેર પોલીસ દ્વારા "નો ડ્રગસ ઈન સુરત સીટી અભિયાન"ચલાવવામાં આવી રહ્યું છે.જે અભિયાન થકી ડ્રગ્સ ની બદી સાથે સંકળાયેલા અનેક આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવ્યા છે. જોકે આ અભિયાનને વધુ સક્રિય બનાવવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પણ અલગ અલગ પોલીસ મથકોને અને બ્રાન્ચને ખાસ સુચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત પેટ્રોલીંગમાં રહેલી સુરતની રાંદેર પોલીસને એમ. ડી.ડ્રગ્સનું વેચાણ કરતા મુસ્લિમ દંપતીને ઝડપી પાડવામાં સફળતા મળી છે..

પોલીસે ખાસ વેશપલટો કર્યો

રાંદેર પોલીસ મથકના એસીપી બી.એમ.ચૌધરીના જણાવ્યા અનુસાર, રાંદેર પોલીસની ટીમને માહિતી મળી હતી કે, એક મુસ્લિમ દંપતી બર્ગમેન મોપેડ પર એમ. ડી. ડ્રગ્સ લઈ રામનગર ચાર રસ્તા ખાતે કોઈક ઈસમને ડિલિવરી આપવા માટે આવવાનું છે. જે ચોક્કસ બાતમીના આધારે રાંદેર પોલીસની ટીમે એમ.ડી. ડ્રગસનો જથ્થો સપ્લાય કરવા આવી રહેલા દંપતીને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી. પોલીસની ઓળખ ન થાય તે માટે મહિલા પોલીસ સહિતના જવાનોએ ખાસ વેશપલટો કર્યો હતો. જેમાં એક પોલીસ જવાન દ્વારા મુસ્લિમ યુવકનો વેશ પલટો કરી વોચ ગોઠવવામાં આવી હતી.જ્યારે અન્ય મહિલા પોલીસ કર્મીઓ પણ સામાન્ય મહિલાની જેમ માથે પલ્લું નાખી આરોપીઓની વોચમાં હતી.જે દરમ્યાન બર્ગમેન મોપેડ પર એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઇ ડીલેવરી આપવા માટે આવી સમીર મુનાફ મલિક અને તેની પત્ની સાનિયા મલિકને ઝડપી પાડયા હતા. જે બંનેની અંગઝડતી લેતા 20.36 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. બંને પતિ પત્ની પાસેથી રૂપિયા બે લાખથી વધુ ની કિંમતનો ડ્રગનો જથ્થો,ત્રણ મોબાઈલ અને એક મોપેડ સહિત ત્રણ લાખથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ડ્રગ્સ પેડલરને વોન્ટેડ જાહેર કર્યો

આરોપીઓની પૂછપરછમાં આ એમ. ડી. ડ્રગ્સ નો જથ્થો અકરમ શેખ નામનો ઈસમ સપ્લાય કરી જતો હતો.જે બાદ બંને પતિ પત્ની રાંદેર વિસ્તારમાં માનીતા ગ્રાહકોને ડ્રગસ નું છૂટક વેચાણ કરતા હતા.. આરોપીઓની પૂછપરછમાં અકરમ શેખ નામના શખ્સનું નામ બહાર આવતા પોલીસે મુખ્ય ડ્રગસ પેડલર ને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે બજારમાં બજારમાં છૂટક ડ્રગ્સનું વેચાણ કરી યુવાપેઢીઓને નશાના દલદલમાં ધકેલનારા મુસ્લિમ દંપત્તિની ધરપકડ કરી આગળની તપાસ રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે.જ્યાં અકરમ સેખની ધરપકડ બાદ નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો---સિંહ પરિવારની રેકોર્ડ બ્રેક વિશાળ પ્રતિમા આંબરડી સફારી પાર્ક ખાતે આકર્ષણનું કેન્દ્ર બની

Tags :
Advertisement

Trending News

.

×