પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર હુમલો કરનાર 5 આરોપીને પોલોસે દબોચ્યા
24 ડિસેમ્બરે પાલનપુર ના ખેમાણા ટોલ પ્લાઝા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અને ટોલ પ્લાઝા કર્મીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી ટોલ પ્લાઝામાં તોડફોડ કરી અને ઇજાઓ પહોંચાડ નાર 5 આરોપીની પાલનપુર તાલુકા પોલીસે ધરપકડ કરી છે જોકે ટોલ પ્લાઝા ના સીસીટીવી આ હુમલાના સાક્ષી રહ્યા છે અને જેને આધારે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
ટોલ પ્લાઝા પર 24 ડિસેમ્બરે કરાયો હતો હુમલો
પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ પ્લાઝા પર 24 ડિસેમ્બરે અમીરગઢ તાલુકાના સરોત્રા ગામના પાંચ ઈસમોએ ધોકા અને ધારિયા વડે હુમલો કર્યો હતો. જેમાં ટોલ પ્લાઝાના કર્મચારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી અને ટોલ પ્લાઝાની કેબિનને તોડફોડ કરી અને નુકસાન કર્યું હતું. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા અને આ ઘટનાના સાક્ષી બન્યા હતા. અમીરગઢ તાલુકાના સરોતરા ગામના ઇસમો 23 ડિસેમ્બરે ખેમાણા ટોલ પ્લાઝા પર થી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટોલ ન આપવાની બાબતમાં બોલાચાલી થઈ હતી. બાદમાં તેની અદાવત રાખી અને 24 ડિસેમ્બરે સરોત્રા ગામના પાંચ ઈસમો બે કારમાં આવી અને ટોલ પ્લાઝા પર હુમલો કર્યો હતો.
તેમાં ટોલ પ્લાઝાના કર્મચારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી. કેબિનમાં તોડફોડ કરી હતી જોકે પાલનપુર તાલુકા પોલીસ સીસીટીવીના આધારે અને ટોલ કરમીની ફરિયાદને આધારે 307 મુજબ ફરિયાદ દાખલ કરી હતી. જોકે આ હુમલા અને પોલીસ ફરિયાદ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે ગઈકાલે પાલનપુરમાં વકીલને મળવા આવતા આરોપીઓને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ગુનામાં વપરાયેલી કાર પણ પોલીસે કબજે કરી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછમાં આરોપીઓને ટોલટેક્સ પર ટોલ ચૂકવવો ન હતો અને જેને લઈને બબાલ કરી હતી અને ટોલ પ્લાઝા પર હુમલો કર્યો હતો.
જોકે પાંચ આરોપી માંથી બે આરોપીઓ જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમની સામે મારામારી 307 જેવી ગંભીર કલમ ભૂતકાળમાં પણ આવા ગુનાઓ નોંધાયેલા છે જો કે પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને અત્યારે તો આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે ત્યારે ભૂતકાળમાં પણ કરેલા ગુનાઓનો ભેદ ઉકેલાય તે પોલીસ માની રહી છે.
પકડાયેલ આરોપી
1..નિકુલસિંહ રગતસિંહ ડાભી
2..અનિલ સિંહ કાનસિંહ ડાભી
3..સતીશકુમાર
4..અરવિંદભાઈ બારોટ
5..જશવંતસિંહ ઉર્ફે બંટી બારોટ તમામ રહે .સારોત્રા. અમીરગઢ
અહેવાલ - સચિન શેખલીયા
આ પણ વાંચો -- અંબાજીમાં પોષી પૂનમ માટે 2100 કિલો સુખડીનો પ્રસાદ કરાયો તૈયાર