ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Conjunctivitis રોગના પ્રમાણમાં 400 ટકાનો વધારો, ઘરે ઘરે બીમારીના ખાટલા

અહેવાલ - સંજય જોષી Conjunctivitis ને સાદી ભાષામાં આંખ આવવી તેવું કહેવાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. સોલા સિવિલના આંખના ડોક્ટર ખુશી શાહ જણાવે છે કે પહેલા આ પ્રકારના કેસ...
07:21 PM Jul 26, 2023 IST | Hardik Shah

અહેવાલ - સંજય જોષી

Conjunctivitis ને સાદી ભાષામાં આંખ આવવી તેવું કહેવાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. સોલા સિવિલના આંખના ડોક્ટર ખુશી શાહ જણાવે છે કે પહેલા આ પ્રકારના કેસ 4થી 5 કેસ આવતા હતા પરંતુ હાલમા વધારો થયો છે એટલે કે રોજના 30થી 40 કેસ સામે આવી રહ્યાં છે.

સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજમાં અંદાજે 20 જેટલા રેસીડેન્સ તબીબોને પણ Conjunctivitis થયો છે. આવી જ રીતે શાળાના બાળકો પણ હોસ્પિટલમાં તપાસ માટે આવી રહ્યાં છે. Conjunctivitis ના કારણે આંખમાં સોજો આવી જવો આંખમાંથી પાણી નીકળવું કે આંખ લાલ થઈ જતી હોય છે. Conjunctivitis બે પ્રકારના હોય છે બેક્ટેરીયલ અને વાઈરલ. હાલ જે કેસ સામે આવી રહ્યાં છે તે વાઈરલ Conjunctivitis ના છે. જે ચેપી રોગ કહેવાય છે. આ રોગ કોરોનાની જેમ જ ફેલાય છે એટલે કે જો કોઈ દર્દી પોતાની આંખ ચોળીને કોઈ સરફેસને અડ્યા હોય અને તે સરફેસના સંપર્કમાં તમે આવ્યા હોય અને તમારી આંખને તમારો હાથ અડ્યો હોય તો તમને પણ તેનો ચેપ લાગી શકે છે.

Conjunctivitis માં હાઈજીન, સેફ હેન્ડ પ્રેક્ટીસ બહારથી આવ્યા હોય તો હેન્ડ વોશ કરવો. જો એક કે બંને આંખ લાલ થઈ ગઈ હોય કે ચેપ લાગ્યો હોય તો તમારા આંખના ડોક્ટર્સનો સંપર્ક કરવો. વધારે હોય તો રિકવરી માટે સ્ટિરોઈડ કે ભારે દવાની જરુર પડી શકે છે. રીકવરીમાં દસ એક દિવસ જેટલો સમય લાગે છે. તમારો ચેપી રુમાલ અન્ય કોઈને અડે નહિ તેનું ધ્યાન રાખવું જરુરી છે. અમારી પાસે ઘણા પેસન્ટ આંખમાં સિંદુર કે હલદર લગાવીને આવે છે તેવું ન કરવું જોઈએ. કોઈ ગુલાબ જળ ના નાખવું જોઈએ. આવું હોય તો આખ પર સુકા કપડાને તવી પર ગરમ કરી હળવા હાથે શેક કરી શકાય. મહત્વનું છે કે માત્ર સોલા સિવિલ હોસ્પીટલ જ નહિ અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં પણ આંખ આવવાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.

Conjunctivitis રોગનું પ્રમાણ વધતા અમદાવાદ શિક્ષણ મંડળ તરફથી સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી

પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં Conjunctivitis રોગનું પ્રમાણ વિશેષ વધ્યું છે એટલે શાળાના બાળકોમાં આ રોગનું પ્રમાણ વધે નહીં તેના માટે અમે રજૂઆત કરી છે. જે બાળકોને શિક્ષકોને આ રોગ થાય તેમને બે દિવસ રજા આપવામાં આવે અને તેમની હાજરી ગણી લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં પ્રાથમિક શાળાઓ 460 છે જેમાં એક લાખ ૬૦ હજાર જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેથી શિક્ષકોને બાળકો ની સલામતી જોખમાય નહિ તેને લઈને રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો - અમદાવાદ મચ્છરજન્ય – પાણીજન્ય રોગચાળાના ભરડામાં, Conjunctivitis રોગનું પ્રમાણ પણ ખૂબ વધ્યું, શું રાખશો કાળજી જાણી લો ફટાફટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
400 percent increaseAhmedabad NewsCivil HospitalConjunctivitisconjunctivitis diseasesickSola Civil Hospital
Next Article