Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા ગોંડલના 40 વિદ્યાર્થીઓ, નિર્દોષ હોવાનું જણાવી મામલતદારને આવેદન પત્ર આપ્યું

યુવરાજસિંહના સમર્થનમાં હવે ઘણા લોકો સામે આવી રહ્યા છે. ત્યારે ગોંડલ યુવા અધિકાર ન્યાય ચળવળના આગેવાન હર્ષદસિંહ એસ. ઝાલાની આગેવાનીમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર ભાવનગર જિલ્લામાં તોડ કાંડ મામલે નોંધાયેલો ગુનો ખોટી રીતે દાખલ કરવામાં આવ્યો હોવાનું જણાવતા અને તેના...
યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા ગોંડલના 40 વિદ્યાર્થીઓ  નિર્દોષ હોવાનું જણાવી મામલતદારને આવેદન પત્ર આપ્યું

યુવરાજસિંહના સમર્થનમાં હવે ઘણા લોકો સામે આવી રહ્યા છે. ત્યારે ગોંડલ યુવા અધિકાર ન્યાય ચળવળના આગેવાન હર્ષદસિંહ એસ. ઝાલાની આગેવાનીમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર ભાવનગર જિલ્લામાં તોડ કાંડ મામલે નોંધાયેલો ગુનો ખોટી રીતે દાખલ કરવામાં આવ્યો હોવાનું જણાવતા અને તેના વિરોધમાં અને ખાસ યુવરાજસિંહને આ ગુનામાંથી મુક્ત કરવા માટે ગોંડલના 40 જેટલાં વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.

Advertisement

ગોંડલના 40 જેટલા વિદ્યાર્થીઓએ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, યુવરાજસિંહ પર IPC 388, 385 ખંડણી 120 B કાવતરાની કલમો હેઠળ થયેલ ખોટા કેસો પરત લેવામાં આવે અને તાત્કાલીક તેમને ઘરપકડમાંથી મુક્ત કરવામાં આવે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમા યેન કેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલા જ પેપર લીકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજા મીડીયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ ઉઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ્ કરવાની સરકારને ફરજ પડી હતી. સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે એમને ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતી બાબતે યુવરાજસિંહ જાડેજા લડત આપતા રહ્યા છે.

Advertisement

રાજયના યુવાઓના પ્રશ્નો રજુ કરતા ચુવરાજસિંહ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતા કૌભાડને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ જ કરે છે. એમને ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા જોઈએ અને યુવરાજસિંહ પર ભાવનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલા 388, 385, 1208 જેવી કલમો હટાવીને એમની ધરપકડમાંથી મુકત કરવા જોઈએ તેવું અંતમાં જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - ગાંધીનગરમાં વધ્યો રખડતા શ્વાનનો આતંક, સેક્ટર 3 ના વૃદ્ધાને ભર બપોરે ભર્યા બચકા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Tags :
Advertisement

.