Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 36 બાળકોનો જન્મ

Surat ની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 36 બાળકોનો જન્મ થયો છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ડાયમંડ હોસ્પિટલમાં વિનામૂલ્યે 36 પ્રસૂતિ કરવામાં આવી હતી. દંપતિઓ દ્વારા...
સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 36 બાળકોનો જન્મ

Surat ની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 36 બાળકોનો જન્મ થયો છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ડાયમંડ હોસ્પિટલમાં વિનામૂલ્યે 36 પ્રસૂતિ કરવામાં આવી હતી.

Advertisement

દંપતિઓ દ્વારા રામ અને સીતાના નામ પર રાખવામાં આવ્યા

ત્યારે આ ઐતિહાસિક દિવસે જન્મેલા બાળકોના નામ દંપતિઓ દ્વારા રામ અને સીતાના નામ પર રાખવામાં આવ્યા છે. Surat ની ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષના ઇતિહાસમાં 36 ડીલીવરી સાથે એક નવો રેકોર્ડ સર્જાયો છે.

દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી

Surat ની આ ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 અને જો દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ જો સિઝેરિયન ડીલીવરીની વાત કરવામાં આવે તો તેનો ચાર્જ માત્ર 5000 રૂપિયા લેવામાં આવે છે.

Advertisement

ત્યારે 22 જાન્યુઆરીના રોજ રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા માટે વિનામૂલ્યે પ્રસૂતિ કરવામાં આવી હતી.

અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા અભિષેકને અવિસ્મરણીય બનાવવા માટે , પટના, ગોપાલગંજ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં હજારો મહિલાઓના ઘરોમાં કિલકારીઓ ગુંજી ઉઠી. પટનાની એક ખાનગી હોસ્પિટલમાં સોમવારે 37 બાળકોનો જન્મ થયો હતો.તેના નર્સિંગ હોમમાં જન્મેલા કુલ 37 બાળકોમાંથી 18 છોકરીઓ અને 19 છોકરાઓ છે. તેમાંથી બે જોડિયા છે. મળતી માહિતી મુજબ 22 જાન્યુઆરીએ પટનામાં 340 થી વધુ બાળકોનો જન્મ થયો હતો.

Advertisement

આ પણ વાંચો - અંબાજીમાં પોષી પૂનમ માટે 2100 કિલો સુખડીનો પ્રસાદ કરાયો તૈયાર

આ પણ વાંચો – Morbi: મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.