Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad: 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, પોલીસે માત્ર 9 દિવસમાં 470 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી

ઉમરગામમાં 3 ત્રણ વર્ષની બાળકી બની હતી દુષ્કર્મની ઘટના દુષ્કર્મની ઘટનામાં Valsad જિલ્લા પોલીસે કરી ઐતિહાસિક કામગીરી આરોપી ગુલામ મુસ્તફા વિરૂદ્ધ 470 પાનાની ચાર્જશીટ ફાઇક કરી Valsad: વલસાડ જિલ્લાના ઉમરગામમાં ઑગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક માત્ર 3 જ વર્ષની...
valsad  3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના  પોલીસે માત્ર 9 દિવસમાં 470 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી
  1. ઉમરગામમાં 3 ત્રણ વર્ષની બાળકી બની હતી દુષ્કર્મની ઘટના
  2. દુષ્કર્મની ઘટનામાં Valsad જિલ્લા પોલીસે કરી ઐતિહાસિક કામગીરી
  3. આરોપી ગુલામ મુસ્તફા વિરૂદ્ધ 470 પાનાની ચાર્જશીટ ફાઇક કરી

Valsad: વલસાડ જિલ્લાના ઉમરગામમાં ઑગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક માત્ર 3 જ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનામાં Valsad જિલ્લા પોલીસે ઐતિહાસિક કામગીરી કરી છે. માત્ર 9 જ દિવસમાં આરોપી ગુલામ મુસ્તફા વિરુધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે. નરાધમ આરોપી ગુલામ મુસ્તફાને આરોપીની ફાંસીની સજા થાય અને કોર્ટમાં રોજિંદા આ કેસની કાર્યવાહી થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. મહત્વપૂર્ણ છે કે ઓગસ્ટ મહિનાની 27મી તારીખે ઉમરગામના છેવાડા વિસ્તારમાં આવેલી એક પરપ્રાંતીય પરિવારની માત્ર ત્રણ જ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી.

Advertisement

આ પણ વાંચો: ‘જૂનાગઢ પાકિસ્તાનનું છે’ પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચનો બફાટ

Advertisement

વલસાડ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી

બાળકીના પરિવારનો પરિચિત અને પડોશી ગુલામ મુસ્તફા નામના એક વિધર્મી નરાધમ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. જો કે બનાવને લઈ ઉમરગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો. આથી Valsad જિલ્લા પોલીસે આ કેસને ગંભીતાથી લઈ આરોપી ગુલામ મુસ્તફા પોતાના વતન ઝારખંડ ફરાર થઈ જાય તે પહેલા જ માત્ર એક જ કલાકમાં ચાલતી ટ્રેનમાં મહારાષ્ટ્રના પાલઘર નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો. બીજા દિવસે આ બનાવને લઈ ઉમરગામમાં સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનો આક્રોશ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Saurashtra Politics : બે પાટીદાર દિગ્ગજ વચ્ચે સંઘાણી કરાવશે સમાધાન! સંકેત મળતા ચર્ચાઓ વેગવંતી

Advertisement

આરોપી ગુલામ મુસ્તફા વિરૂદ્ધ 470 પાનાની ચાર્જશીટ

નોંધનીય છે કે, રોષ ઠાલવવા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તે વખતે ઉમરગામમાં માહોલ ગરમાયો હતો. એક સમયે પથ્થરમારો પણ થયો હતો આથી પોલીસે હળવો બળ પ્રયોગ પણ કર્યો હતો. Valsad જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ આ કેસની યુદ્ધના ધોરણે તપાસ કરીને માત્ર 15 જ દિવસમાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવા લોકોને ખાતરી આપી હતી. જોકે આ કેસની તપાસ માટે બનેલી વલસાડ જિલ્લા પોલીસના ચુનંદા અધિકારીઓ અને પોલીસકર્મીઓની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે માત્ર 9 જ દિવસમાં આ કેસની તપાસ પૂર્ણ કરી અને આરોપી ગુલામ મુસ્તફા વિરૂદ્ધ 470 પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી દીધી છે.

આ પણ વાંચો: Ahmedabad : કરોડોની કિંમતનું ડ્રગ્સ ટ્રકમાં ભરી ઓડિશાથી ત્રણ શખ્સો અમદાવાદ આવ્યા અને..!

આરોપીને ફાંસીની સજા થાય તેવી લોકોની માંગ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સરકારી વકીલ દ્વારા કોર્ટમાં કેસની રોજિંદા સુનાવણી થાય અને આરોપી ગુલામ મુસ્તફાને ફાંસીની સજા જેવી દાખલા રૂપ સજા થાય તે માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. વધુમાં આ કેસમાં પોક્સો કોર્ટ દ્વારા પીડિત બાળકીના પરિવારને સરકારની યોજના હેઠળ 25% રકમ એટલે ₹2,65,000 માત્ર પાંચ જ દિવસમાં ચૂકવી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ માત્ર ત્રણ જ વર્ષની બાળકીને પીંખી નાખનાર નરાધમ આરોપી ગુલામ મુસ્તફાને વહેલી તકે ફાંસીની સજા થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.

Tags :
Advertisement

.