Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલના 3 બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે ગણિતની મેન્ટલ એરીથમેટિક સ્પર્ધામા ઝળક્યાં

અહેવાલ – વિશ્વાસ ભોજાણી  તાજેતરમાં મલેશિયા ખાતે તા 3 ડિસેમ્બર 2023 ના રોજ વિશ્વના 30 થી વધુ દેશોના 2500 થી વધુ બાળકોએ યુસીમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં 11 વર્ષનો કાકડિયા દદ્યયંગ દિલીપભાઈ એ D2 કેટેગરીમાં...
07:20 PM Dec 04, 2023 IST | Harsh Bhatt
અહેવાલ – વિશ્વાસ ભોજાણી 
તાજેતરમાં મલેશિયા ખાતે તા 3 ડિસેમ્બર 2023 ના રોજ વિશ્વના 30 થી વધુ દેશોના 2500 થી વધુ બાળકોએ યુસીમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં 11 વર્ષનો કાકડિયા દદ્યયંગ દિલીપભાઈ એ D2 કેટેગરીમાં સેકન્ડ રેન્ક અને નિર્મળ ક્રિશા દર્શકભાઈ તથા વિદ્યાક્ષી વિમલભાઈ રૈયાણી એ A2 કેટેગરી માં 3rd રેન્ક મેળવેલ હતો.
યુસીમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં 2500 થી વધુ વિદ્યાર્થીઓ એ જોડાયા હતા અને આ સ્પર્ધામાં કોઈ પણ જાતના ઇલેક્ટ્રિક સાધન કે કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટરની મદદ વિના સંપૂર્ણપણે પોતાના જ મગજ નો ઉપયોગ કરી ,પોતાનું લોજીક , તર્ક કે બુદ્ધિ વાપરીને નિયત સમયમર્યાદામાં માત્ર 8 મિનિટમાં 200 દાખલા કરવાના હતા અને ગોંડલના આ 3 પ્રતિભાશાળી બાળકોએ પોતાની કેટેગરીમાં અદભુત ક્ષમતા બતાવીને ટ્રોફી મેળવી ગોંડલનું નામ રોશન કર્યું છે.
પલક ઝપકાવતા ગણિતના કોઈ પણ દાખલાનો ઉકેલ લાવે છે 
ધોરણ 6 માં અભ્યાસ કરતો આ બાળક પલક ઝપકાવતા ગણિતના કોઈ પણ સરવાળા , બાદબાકી , ગુણાકાર અને ભાગાકારના દાખલાને એ ઉકેલે છે. માત્ર 2 મિનિટમાં કોઈ પણ 100 ગુણાકાર કરવા એ તેના માટે રમતવાત છે. આ સાથે જ એકદમ ધીર અને ગંભીર એવી ક્રિશાએ પણ આ પહેલા નાની ઉંમરે નેશનલ લેવલની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં ભાગ લીધેલ અને આ વખતે ઇન્ટરનેશનલ લેવલ પર મલેશિયા ખાતે તૃતીય રેન્ક મેળવેલ છે. જ્યારે વિદ્યાક્ષી એ તો પ્રથમ વખત જ આવી કોઈ સ્પર્ધામાં ભાગ લઇને તૃતીય રેન્ક મેળવેલ છે.
ત્રણ મહિનાની મહેનત રંગ લાવી 
આ ત્રણેય બાળકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. બાળકોની પાસે એટલું સરસ વિઝ્યુઅલાઇસેશન છે કે નજર સામે આવતા જ કોઈ પણ નમ્બર નો સરવાળો બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કરી આપી શકે છે. કોઈ પણ વ્યક્તિના મોબાઈલ નમ્બરના 10 આંકડા બોલો તો બોલવાનું પૂરું થાય તે સાથે જ તેમની પાસે તેનો જવાબ તૈયાર હોય છે. સેટીઆ સિટી કોનવેનશન સેન્ટર ખાતે ડો.સ્નેહલ કારિયાના હસ્તે આ બાળકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા, અને આ સાથે જ આ બાળકોને તૈયાર કરનાર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના મેન્ટર , માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા , ક્રિષ્ના રૈયાણી , ઈશા ટાંક , સયદા બાલાપરિયા અને તેમની ટિમને અભિનંદન આપ્યા હતા.
બાળકોને મોબાઈલના બદલે કોઈ પણ રચનાત્મક પ્રવૃત્તિમાં લગાડે- રજનીશ રાજપરા 
ગોંડલના યુસીમાસ સેન્ટરના સંચાલક રજનીશભાઈ એ જણવ્યું હતું કે આ બાળકો છેલ્લા 3 મહિના થી તૈયારી કરી રહ્યા હતા . આ આવડત તેમણે અબેકસના માધ્યમથી વિકસાવી છે. માતા પિતા જો બાળકને મોબાઈલ ના બદલે કોઈ પણ રચનાત્મક પ્રવૃત્તિમાં લગાડે તો ચોક્કસ બાળકમાં રહેલી નવી નવી ક્ષમતાઓ બહાર આવે જ. કોઈ પણ બાળકનું લક્ષ્ય માર્ક્સ નહિ , સ્કિલને ડેવલપ કરવા માટે હોવું જોઈએ. સાથે  જ માતા પિતા એ અપેક્ષા રાખ્યા વગર બાળકને કોઈ પણ એક ક્ષેત્રમાં નિષ્ણાત બનાવવાનો છે. અને જો એની પાસ કોઈ પણ એક સ્કિલ હશે તો એ ક્યાંય પાછો નહિ પડે.
આ પણ વાંચો -- GONDAL : પતિના નિધન બાદ પત્નીએ પણ અનંતની વાટ પકડી, 24 કલાકમાં જ વૃદ્ધ દંપતીના હૃદય રોગના તીવ્ર હુમલાના કારણે નિધન
Tags :
CompetitionInternationalmathematicsMental ArithmeticUC MASS
Next Article