Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ર૬ ઉમેદવારીપત્રો ભરાયા

સાબરડેરી નિયામક મંડળની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શુક્રવારે અને શનિવાર સુધીમાં ચૂંટણી અધિકારી સમક્ષ ર૬ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો વિગતો સાથે ભરીને રજૂ કરી દીધા છે. જોકે હજૂ પણ નિયામક મંડળના ત્રણ વિભાગમાં એક પણ ઉમેદવારીપત્ર શનિવાર...
સાબરડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ર૬ ઉમેદવારીપત્રો ભરાયા
સાબરડેરી નિયામક મંડળની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શુક્રવારે અને શનિવાર સુધીમાં ચૂંટણી અધિકારી સમક્ષ ર૬ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો વિગતો સાથે ભરીને રજૂ કરી દીધા છે. જોકે હજૂ પણ નિયામક મંડળના ત્રણ વિભાગમાં એક પણ ઉમેદવારીપત્ર શનિવાર સુધીમાં ભરાયું નથી.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીનું મતદાન તા. ૧૦ માર્ચના રોજ થનાર છે ત્યારે ઉમેદવારીપત્રો લેવાની અને ભરીને પરત કરવાની છેલ્લી મુદત તા. ર૧ ફેબ્રુઆરી સુધીની છે. દરમ્યાન અત્યાર સુધીમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઉમેદવારી કરવા માંગતા અંદાજે ૯૦ થી વધુ ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારીની કચેરીમાં લેવાયા હતા.
ત્યારબાદ ઉમેદવારીપત્રો ભરવા માટે જરૂરી વિગતો ઉમેદવારો અને તેમના ટેકેદારો એકત્ર કરવામાં વ્યસ્ત છે ત્યારે શુક્રવાર અને શનિવાર સુધીમાં ર૬ ઉમેદવારીપત્રો વિગતો ભરીને ઉમેદવારોએ ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા કરાવી દીધા છે. તેમ છતાં હજૂ પણ ર૧ ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે તેવું જાહેરનામામાં જોગવાઈ કરાઈ હોવાને કારણે આગામી દિવસોમાં પણ વધુ ઉમેદવારીપત્રો ભરાવાની શક્યતા નકારી શકાતી નથી.
ત્યારબાદ ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી રર ફેબ્રુઆરી થયા બાદ કેટલા માન્ય અને અમાન્ય રહે છે તે પછી ચૂંટણીનો ખરાખરીનો જંગ જામશે. ઉલ્લેખનીય છે કે શનિવાર સુધીમાં સાબરડેરીના ઈડર-૧, હિંમતનગર-ર અને મેઘરજ વિભાગમાંથી એકપણ ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા કરાવાયું નથી.

કયા ઝોનમાં કેટલા ઉમેદવારીપત્રો ભરાયા ?

ઝોનનું નામ કેટલા ઉમેદવારી પત્રો ભરાયા
ઝોન - ૧(ખેડબ્રહ્મા) ૦૩
ઝોન - ર(વડાલી) ૦૧
ઝોન - ૩(ઈડર/૧) ૦૦
ઝોન - ૪(ઈડર/ર) ૦૩
ઝોન - પ(ભિલોડા) ૦૪
ઝોન - ૬(હિંમતનગર/૧)૦૨
ઝોન - ૭(હિંમતનગર/ર) ૦૦
ઝોન - ૮(પ્રાંતિજ) ૦૨
ઝોન - ૯(તલોદ) ૦૧
ઝોન - ૧૦(મોડાસા/૧) ૦૧
ઝોન - ૧૧(મોડાસા/ર) ૦૧
ઝોન - ૧ર(મેઘરજ) ૦૦
ઝોન - ૧૩(માલપુર) ૦૫
ઝોન - ૧૪(ધનસુરા) ૦૧
ઝોન - ૧પ(બાયડ/૧) ૦૧
ઝોન - ૧૬(બાયડ/ર) ૦૧
અહેવાલ  - યશ ઉપાધ્યાય 
Advertisement
Tags :
Advertisement

.