Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

52 ગજની 21 ધજા ચડશે, ગોંડલના ખીજડાવાળા મામાદેવના મંદિરે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઊજવણી

અષાઢ સુદ બીજ (અ‍ષાઢી બીજ) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નો દિવસ. કંસના તેડાથી અક્રુરજી બાળ કૃષ્ણને રથમાં બેસાડીને ગોકુળથી મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથાયાત્રાનો પ્રારંભ થયેલ હોવાનું માનવામાં આવે છે. ત્યારથી આ દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવે છે. દેશભરમાં...
08:19 PM Jun 20, 2023 IST | Dhruv Parmar

અષાઢ સુદ બીજ (અ‍ષાઢી બીજ) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નો દિવસ. કંસના તેડાથી અક્રુરજી બાળ કૃષ્ણને રથમાં બેસાડીને ગોકુળથી મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથાયાત્રાનો પ્રારંભ થયેલ હોવાનું માનવામાં આવે છે. ત્યારથી આ દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવે છે. દેશભરમાં આ દિવસને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

ગોંડલના ખીજડાવાળા મામાદેવના મંદિરે પણ અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઊજવણી થઈ રહી છે. અહિં સતત 46 વર્ષથી અષાઢી બીજની ભવ્ય ઉજવણી થતી આવી છે.

52 ગજની 21 ધજા ચડાવવામાં આવશે

ગોંડલના ભોજરાજપરા 31 નંબરમાં આવેલા ખીજડાવાળા મામાદેવના મંદિર ખાતે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગણપતિપૂજન, મહાઆરતી, ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ છે. સાથે આજે આખા દિવસમાં 52 ગજની 21 ધજા ચડાવવામાં આવશે. મંદિર ખાતે વાજતે ગાજતે ધ્વજારોહન કરવામાં આવશે.

નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો છે

આજે ગોંડલમાં ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે. ત્યારે અહિં પણ ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. ગણપતી પૂજન, મામાદેવને સાફો પહેરાવવાનું ભકતજનો માટે સવારે 10 થી રાત્રિના 10:30 સુધી ભોજનપ્રસાદ તેમજ સાંજના સમયે કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાશે. આ ઉપરાંત નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો છે.

કાગવડ શ્રી ખોડલધામ મંદિરે પણ ઊજવણી

કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે આજે ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો. તો મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ઉપરાંત આજે ખોડલધામ મંદિરે 3 ધજા પણ ચડશે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : વડોદરામાં ‘સોલાર રોબોટિક રથ’માં સવાર થઈને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, જાણો રથની વિશેષતા

Tags :
asadhi bijaGondalgrand celebrationGujaratMamadev TempleRathyatra
Next Article