ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટેલિગ્રામમાં લિંક મોકલી કમિશન આપવાની લાલચે 20 લાખની છેતરપીંડી

અહેવાલઃ આનંદ પટણી, સુરત  સુરતમા ટેલિગ્રામમાં લિંક મોકલી હોટલના નામે ટાસ્ક પૂર્ણ કરવાથી સારું કમિશન મળશે તેવી લાલચ આપી છેતરપીંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે ..આરોપીઓએ સુરતના ઈસમ પાસેથી અલગ અલગ રીતે કુલ 20 લાખથી વધુનું રોકાણ કરાવી છેતરપીંડી આચરતા...
04:58 PM May 23, 2023 IST | Vishal Dave

અહેવાલઃ આનંદ પટણી, સુરત 

સુરતમા ટેલિગ્રામમાં લિંક મોકલી હોટલના નામે ટાસ્ક પૂર્ણ કરવાથી સારું કમિશન મળશે તેવી લાલચ આપી છેતરપીંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે ..આરોપીઓએ સુરતના ઈસમ પાસેથી અલગ અલગ રીતે કુલ 20 લાખથી વધુનું રોકાણ કરાવી છેતરપીંડી આચરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી..જેને લઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

સુરત શહેરમાં વિવિધ લાલચ આપી લોકો સાથે છેતરપીંડીની ઘટના બનતી રહે છે. તેવામા સુરતના એક યુવકના ફોનમાં ટેલિગ્રામમાં લિંક આવી હતી..આ લિંક ઓપન કરતા તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી તેમજ આપેલા વિવિધ ટાસ્ક પૂર્ણ કરે તો વધુ નફો થાય તેમ જણાવી સૌ પ્રથમ યુવક પાસેથી 6 લાખ થી વધુ રૂપિયા નું રોકાણ કરાવ્યું હતું ..ત્યારબાદ ફરીથી તેમને વધુ નફો કરાવવાની લાલચ આપી ફરી 14 લાખ થી વધુ નું રોકાણ કરાવ્યું હતું..

ત્યારબાદ યુવક નફા ની લાલચ માં રાહ જોતો રહ્યો હતો..જોકે ઘણો સમય વીત્યૌ અને તમામ ટાસ્ક પૂર્ણ કર્યા બાદ પણ યુવક ને કોઈ નફો ના મળતા તેમણે સાયબર ક્રાઈમ માં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી..તપાસ દરમ્યાન મહારાષ્ટ્રના પુણે ખાતે થી આરોપી દર્શન હેમંત દિગમ્બરને ઝડપી પાડ્યો હતો..સાયબર ક્રાઈમ પોલીસે આરોપી ને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

Tags :
20 lakh fraudcommissionlinklureTelegram
Next Article