Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : એક જ વ્યક્તિના 2 આધાર કાર્ડ એક રાઠોડ આદિત્યસિંહ બીજા આધારકાર્ડમાં વસીમ અબ્દુલ રસીદ શેખ..?

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચમાં લવ જેહાદી કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચમાં હિન્દુ નામ ધારણ કરી એક યુવકે અનુસૂચિત જાતિની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કર્યા હોવાની શાહી સુકાઈ નથી ત્યાં જ વધુ એક વિધર્મી યુવકના બે...
bharuch   એક જ વ્યક્તિના 2 આધાર કાર્ડ એક રાઠોડ આદિત્યસિંહ બીજા આધારકાર્ડમાં વસીમ અબ્દુલ રસીદ શેખ
Advertisement

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચમાં લવ જેહાદી કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચમાં હિન્દુ નામ ધારણ કરી એક યુવકે અનુસૂચિત જાતિની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કર્યા હોવાની શાહી સુકાઈ નથી ત્યાં જ વધુ એક વિધર્મી યુવકના બે આધારકાર્ડ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે જેમાં હિન્દુ મુસ્લિમ ધર્મ રખાતા નામના આધારકાર્ડ ભરૂચ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે

Advertisement

ભરૂચની એક બેંકમાં નોકરી કરતો અને બેંકમાં અન્ય હિન્દુ યુવતીઓને મેસેજ કરતો યુવકનું પરાક્રમ સામે આવ્યું છે જેમાં યુવક કયા ધર્મનો છે તે તપાસનો વિષય બની ગયો છે આ યુવક પાસે ૨ આધાર કાર્ડ છે અને બંને આધારકાર્ડમાં ફોટો એક જ છે પરંતુ માત્ર નામ અલગ અલગ છે જેમાં હિન્દુ તરીકે રાઠોડ આદિત્ય સિંહ જ્યારે અન્ય આધારકાર્ડમાં વસીમ અબ્દુલ રસીદ શેખ હોવાનું સામે આવતા આ યુવકે એક હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હોય અને તેને ૨ સંતાન પણ હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે પરંતુ આ યુવક પાસે ૨ આધારકાર્ડ હોવાના કારણે તે કયા ધર્મનો છે તે ચર્ચાનો વિષય બની ગયો છે સાથે જ સાચા અર્થમાં આધાર કાર્ડ ક્યાં કેવી રીતે બનાવ્યા છે તે તપાસનો વિષય હાલ તો પોલીસ માટે બની ગયો છે પરંતુ હિન્દુ સંગઠનોના સોશિયલ મીડિયાના ગ્રુપમાં સમગ્ર મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે

Advertisement

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચમાં એક જ વ્યક્તિના ૨ આધાર કાર્ડ કેવી રીતે થયા..? એક જ વ્યક્તિ ૨ આધારકાર્ડ માં અલગ અલગ નામ ધરાવતો હોય અને અલગ અલગ ધર્મ તરીકે કેવી રીતે હોઈ શકે જોકે હાલ તો આ સમગ્ર મુદ્દો ભરૂચ જિલ્લા પોલીસવડા સુધી પહોંચ્યો છે અને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે શું ભરૂચમાં પણ લવ જેહાદી કિસ્સાઓને આમંત્રણ આપવા માટે આધાર કાર્ડમાં પણ ગોબાચારી થાય છે ખરી આવા અનેક પ્રશ્નો ભરૂચ જિલ્લા પોલીસ માટે ચર્ચાના વિષય બની ગયા છે

૨ આધારકાર્ડમાં એક જ વ્યક્તિનો ફોટો માત્ર નામ અલગ અલગ..? કેવી રીતે હોઈ શકે

ઘણા યુવકો અન્ય ધર્મની યુવતીને પામવા માટે પોતાના નામ પણ બદલી નાખતા હોય છે પોતાનો ધર્મ પણ બદલવા તૈયાર થઈ જતા હોય છે અને તેઓ કિસ્સો ભરૂચમાંથી ૧૫ દિવસ અગાઉ જ સામેથી આવ્યો છે જેમાં વિધર્મી યુવક હિન્દુ બની હિન્દુ યુવતી ને ફસાવી હતી ત્યાં જ વધુ બે આધારકાર્ડ સામે આવ્યા છે જેમાં એક જ વ્યક્તિના ફોટા માત્ર હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં રાખવામાં આવતા નામ અલગ અલગ હોવાના કારણે સમગ્ર મુદ્દો પણ ભરૂચ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે

હિન્દુ યુવતી સાથે લગ્ન કરનાર યુવક કયા ધર્મનો..?

ભરૂચ જિલ્લામાં ૨ આધારકાર્ડ એક જ વ્યક્તિના વાયરલ થયા છે જેમાં એક જ વ્યક્તિનો ફોટો બંને આધારકાર્ડમાં દર્શાવેલો છે આધાર કાર્ડ નંબર પણ એક જ છે તો આ જ આધારકાર્ડમાં ૨ અલગ અલગ નામ કેવી રીતે જેમાં એક આધારકાર્ડમાં હિન્દુ તરીકે રાઠોડ આદિત્યસિંહ જ્યારે અન્ય આધારકાર્ડમાં વસીમ અબ્દુલ રસીદ શેખ દર્શાવવામાં આવ્યું છે જેના પગલે આધાર કાર્ડ માં ગોબાચારી કરી અન્ય ધર્મની યુવતીઓને ફસાવવાનું ષડયંત્રનું રેકેટ ચાલતું હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે

થોડા દિવસ અગાઉ જ અતિક સૈયદએ હિન્દુ તરીકે આરવ પરમાર દર્શાવી હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી.. આરોપી જેલમાં છે
ભરૂચમાં થોડા દિવસ અગાઉ જ અતિક સૈયદ નામના વિધર્મી યુવકે હિન્દુ તરીકે આરવ પરમાર નામ ધારણ કરી અનુસૂચિત જાતિની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કર્યા હતા અને સમગ્ર પ્રકરણમાં વિધર્મી યુવક સામે બળાત્કાર એટ્રોસિટી સહિતની આઈપીસી કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી અને તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે

એક જ વ્યક્તિના 2 આધારકાર્ડ મુદ્દે યુથ કોંગ્રેસના પ્રમુખે લેખિતમાં તપાસની માંગ કરી

ભરૂચની ગુજરાત ગ્રામીણી બેંકમાં ફરજ નિભાવનાર વ્યક્તિના 2 આધારકાર્ડ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે એક જ ફોટાવાળા વ્યક્તિના 2 આધારકાર્ડમાં અલગ અલગ નામ હોય મને આધાર કાર્ડ ધરાવનાર સાચા અર્થમાં કયા ધર્મનો છે અને તેણે 2 આધારકાર્ડનો ઉપયોગ કયા હેતુથી કર્યો છે તે કોઈ ગુનાને અંજામ આપવાનો હતો કે કેમ..? અને શું તેણે હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવા માટે આધાર કાર્ડ બનાવ્યા છે કે કેમ..? તેવા અનેક પ્રશ્નો ઉભા કરી ભરૂચ જિલ્લા પોલીસવડાને સંબોધિત એક ફરિયાદ યુથ કોંગ્રેસના પ્રમુખ નિખીલ શાહે આપી છે અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો : AHMEDABAD : વાહન ચાલકો ખાસ જાણી લેજો ટ્રાફિકનો આ નિયમ, ચાર રસ્તા પર કરાઇ રહ્યું છે બોક્સ માર્કિંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×