ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sardar Sarovar નર્મદા ડેમમાં 1,85,981 ક્યુસેક પાણીની આવક, કાંઠાના ગામોને કરાયા એલર્ટ

ડેમના 5ની જગ્યાએ 10 દરવાજા ખોલવામાં આવ્યા નર્મદા નદીમાં કુલ 2,05,000 ક્યુસેક પાણી છોડાયું નર્મદા ડેમની હાલની સપાટી 134.60 મીટરે પહોંચી નર્મદા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ Sardar Sarovar Narmada Dam: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી...
10:45 PM Sep 02, 2024 IST | VIMAL PRAJAPATI
Sardar Sarovar Narmada Dam
  1. ડેમના 5ની જગ્યાએ 10 દરવાજા ખોલવામાં આવ્યા
  2. નર્મદા નદીમાં કુલ 2,05,000 ક્યુસેક પાણી છોડાયું
  3. નર્મદા ડેમની હાલની સપાટી 134.60 મીટરે પહોંચી
  4. નર્મદા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Sardar Sarovar Narmada Dam: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ફરી એકવાર સાચી પડી છે. રાજ્યભરમાં અત્યારે સારા એવા પ્રમાણમાં વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam)માં પાણીની આવક વધી હોવાનું સામે આવ્યું છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, નર્મદા ડેમમાં 1,85,981 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરરસાદની કારણે પાણીની આવક થઈ છે, જેથી ડેમના 5 ની જગ્યાએ 10 દરવાજા ખોલવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Bharuch: બે કલાકમાં 5 ઇંચ વરસાદ, ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસરગ્રસ્ત

નર્મદા નદીમાં કુલ 2,05,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, નર્મદા નદીમાં કુલ 2,05,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમની હાલની સપાટી 134.60 મીટરે પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, પાણીની સપાટી લધી જતા નર્મદા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ભારે વરસાદના કારણે અત્યારે ઉપરવાસના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં બહોળા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Chhotaudepur: મધરાત્રિથી મુશળધાર વરસાદનું આગમન, સુખી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યાં

પાંચબત્તીથી સેવાશ્રમ તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો

રાજ્યભરમાં અત્યારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવો તો, ભરૂચમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અનેક જાહેર માર્ગો પર પાણી ભરાતા બંધ કરવામાં આવ્યાં છે. વિગતે વાત કરીએ તો, પાંચબત્તીથી સેવાશ્રમ તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. મહત્વની વાત એ છે કે, ત્રણ કરોડના પેવર બ્લોકનું કામ થયા બાદ પણ પાણીનો ભરાવો થયો છે. મળતી વિગતો પ્રમાણે પાણી ભરાતા નપાના પ્રમુખ ઘટનાસ્થળે JCB સાથે પહોંચ્યા હતાં.

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં મેઘરાજાએ શરૂ કરી બેટિંગ, સરેરાશ 22 એમએમ વરસાદ પડ્યો

Tags :
GujaratGujarati NewsNarmada Damnarmada dam five doors opennarmada dam gatesnarmada dam overflowSardar SarovarSardar Sarovar Narmada DamVimal Prajapati
Next Article