ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad સિવિલ હોસ્પિટલમાં 156મું અંગદાન, ચાર લોકોને મળ્યું જીવનદાન

Ahmedabad: ગુપ્ત દાનમાં થયેલ અંગદાન થકી એક લીવર, બે કીડની તથા હ્રદયનાં અંગદાન સાથે કુલ ચાર અંગોનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં ફરી એક વખત ગુપ્ત દાન થકી અંગદાન (Organ Donation) કરાયું છે. સિવિલ હોસ્પિટલ (Civil...
07:28 PM Jun 13, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad Civil Hospital

Ahmedabad: ગુપ્ત દાનમાં થયેલ અંગદાન થકી એક લીવર, બે કીડની તથા હ્રદયનાં અંગદાન સાથે કુલ ચાર અંગોનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં ફરી એક વખત ગુપ્ત દાન થકી અંગદાન (Organ Donation) કરાયું છે. સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે થયેલ 156માં અંગદાનની વાત કરીએ તો મજુરી કામ કરતા 41 વર્ષીય પુરુષને તારીખ 11/06/2024 ના રોજ અકસ્માત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 12-06-2024 ના રોજ તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.

બે કીડની, એક લીવર તેમજ હદયનું દાન મળ્યું

સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે યુવક્ના પરીવારજનોને તેમના બ્રેઇન ડેડ હોવાની જાણ કરીને અંગદાન વિશે સમજાવતા તેઓએ અંગોનું ગુપ્તદાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ ગુપ્ત અંગદાન થકી બે કીડની, એક લીવર તેમજ હદયનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે , ‘આ ગુપ્ત અંગદાનથી મળેલ કીડની તેમજ લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.’

અત્યાર સુધીમાં કુલ 156 અંગદાતાઓ કર્યું અંગદાન

વધુમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ કહ્યું કે, હ્રદયનું દાન સિવિલ મેડીસીટી કેમ્પસ ખાતે આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યાaરોપણ કરી કુલ ચાર લોકોની જીંદગી બચાવી શકીશુ. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 156 અંગદાતાઓ થકી કુલ 505 અંગો તેમજ ચાર સ્કીનનું દાન મળેલ છે. જેના થકી 489 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. નોંધનીય છે કે, અત્યારે લોકો અંગદાનને વધારે મહત્વ આપવા લાગ્યા છે. જેથી અનેક લોકોને નવું જીવનદાન મળી રહ્યું છે.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: Ahmedabad: વિદેશ જવાની ઘેલછા ભારે પડી! એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો

આ પણ વાંચો:  ‘અમારે કોઈ સોગંદનામા જોવા નથી’ Rajkot Game Zone અગ્રિકાંડ મામલે હાઈકોર્ટ લાલઘૂમ

આ પણ વાંચો: Sabarkantha : પોશીના-હડાદ રોડ પર ચાલકે ગફલતભરી રીતે જીપ હંકારી JCB સાથે અથડાવી, બેને ઈજા

Tags :
Ahmedabad Civil HospitalAhmedabad Civil Hospital NewsAhmedabad Civil Hospital UpdateAhmedabad NewsCivil Hospitallatest newslocal newsorgan donationorgan donation NewsVimal Prajapati
Next Article