Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jetpur માં પકડાયેલા અખાદ્ય પનીરના 1310 કિલોગ્રામ જથ્થાનો કરાયો નાશ

Jetpur: જેતપુરના સોમનાથ ગાર્ડન સામે નકલી પનીર બનાવવાની ફેક્ટરી ગઈ કાલે ઝડપાય હતી ગાંધીનગર અને રાજકોટના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે અહીંયા નકલી અખાદ્ય પનીર બનાવવામાં આવે છે તેવી બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી અધ્યતન સાધન સામગ્રી સાથે મોટા...
jetpur માં પકડાયેલા અખાદ્ય પનીરના 1310 કિલોગ્રામ જથ્થાનો કરાયો નાશ
Advertisement

Jetpur: જેતપુરના સોમનાથ ગાર્ડન સામે નકલી પનીર બનાવવાની ફેક્ટરી ગઈ કાલે ઝડપાય હતી ગાંધીનગર અને રાજકોટના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે અહીંયા નકલી અખાદ્ય પનીર બનાવવામાં આવે છે તેવી બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી અધ્યતન સાધન સામગ્રી સાથે મોટા જથ્થા સાથે બનાવવામાં આવેલ કેમિકલ દ્વારા નકલી પનીર ઝડપાયું હતું. જેનો આજે નગરપાલિકાના કચરા લઈ જતા ટ્રેક્ટર દ્વારા નાશ કરવામાં આવ્યો. આ સાથે સાથે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પેઢીનું લાઈસન્સ પણ સ્થગિત કરી બંધ કરવામાં આવ્યુ છે.

બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા

જાણવા મળતી માહિતી પ્રમાણે જેતપુરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે મોઢવાડિ વિસ્તારમાં ગાંધીનગર અને રાજકોટ ફૂડ વિભાગને ગત તારીખ 4 ના રોજ શંકાસ્પદ પનીરનું ઉત્પાદન થાય છે, તેવી મળેલ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રજવાડી ડેરી પ્રોડક્ટ નામે ડેરી યુનિટનું ઉત્પાદન માટેનું લાયસન્સ ધરાવતા હતા અને ડેરી પ્રોડક્ટ્સ અને એનાલોગસ માટેનું હોલસેલર તરીકેનું FSSAI નું લાઈસન્સ મેળવવા આવેલ હતું. જ્યારે ફૂડ વિભાગને પનીર અને ક્રીમનું વગર પરવાને ઉત્પાદન કરતા હોવાનું માલુમ પડેલ હતું.

Advertisement

પનીર, ક્રીમ, દૂધમાં વનસ્પતિ તેલના ભેળસેળ

તપાસમાં પનીર, ક્રીમ, દૂધમાં વનસ્પતિ તેલના ભેળસેળની પ્રબળ શંકા જતા તેમજ તમામ ઉત્પાદન કરવાની જગ્યા અનહાયજેનીક સ્થિતિમાં માલૂમ પડતા તેમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ફેક્ટરીના માલિક મયુરભાઈ મોહનભાઈ કોયાણીની દ્વારા ચલાવવામાં આવતી હતી. જેમાં દૂધ, પનીર, ક્રીમ અને વનસ્પતિ તેલના એમ કુલ - 4 નમુના લેવામાં આવેલ જ્યારે બાકીનો આશરે 1700 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂપિયા ૫ લાખથી વધુ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.જયારે પનીર (1310 કિગ્રા) અને દૂધ (2000 લીટર) કે જેની અંદાજીત કિંમત આશરે રૂપિયા 3.80 લાખથી વધુનો જથ્થો નાશ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, આ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

Advertisement

પેઢીનું લાઈસન્સ સ્થગિત કરી બંધ કરવામાં આવ્યું

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી કોશિયાની યાદીમાં જણાવ્યા પ્રમાણે આ રેડ દરમિયાન સ્થળ ઉપરથી બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં પનીર, ક્રીમ અને દૂધનું ઉત્પાદન થતું હોવાનું જોવા મળેલ જેથી ડેઝીગ્નેટેડ ઓફિસર, રાજકોટ દ્વારા પેઢીનું લાઈસન્સ સ્થગિત કરી બંધ કરવામાં આવ્યું છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો પ્રયાસ

મોટાભાગનો પનીરનો જથ્થો મહારાષ્ટ્ર તરફ મોકલવામાં આવતો હતો અને છેલ્લા 8 મહિનાથી આ અખાદ્ય પનીર,તેમજ દૂધની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવા હલકી કક્ષાના અને કેમિકલમાંથી બનાવેલા લોકોના આરોગ્ય માટે જોખમી એવા પનીરનો ઉપયોગ રેસ્ટોરન્ટ હોટલ વગેરે એ પણ ન કરવો જોઈએ તેમ લોકો કહે છે. લોકોના આરોગ્ય સાથે રમત કરતા અને પોતાના સ્વાર્થ માટે લોકોને બીમારી તરફ ધકેલતા આવા કેમિકલ યુક્ત નકલી પનીર બનાવતા નરાધમો સામે લોકોમાં મોટા પ્રમાણમાં રોષ ફાટી નીકળ્યો છે. આવા લોકોને કડકમાં કડક સજા થાય તેવી લોકોની માંગ છે.

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર

આ પણ વાંચો: Surat: સુરતમાં 6 માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, 7 વર્ષ પહેલાં બની હતી આ ઇમારત

આ પણ વાંચો: Bharuch: ફૂરજા બંદરેથી ગુજરાતમાં સૌપ્રથમ રથયાત્રાનો પ્રારંભ થયો હોવાની માન્યતા

આ પણ વાંચો: મુળ તાપીના વતની CRPF જવાન મુકેશકુમાર ગામીતને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે Shaurya Chakra Award

Tags :
Advertisement

.

×