Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SABARKANTHA ની ૨૬૧ ગ્રામ પંચાયતમાં અટલ ભૂ જલ યોજના અંતર્ગત તાલીમ યોજાઈ

સાબરકાંઠા જિલ્લામા નાયબ ખેતી નિયામક(તાલીમ), ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા અને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા અટલ ભૂ જલ યોજના અંતર્ગત સમાવિષ્ટ વડાલી, ઇડર, પ્રાંતિજ અને તલોદની કુલ ૨૬૧ પચાયતોમાં ખેડૂતોને ભૂગર્ભ જળ મોનિટરિંગના સાધનો અને તેની મરામત, જાળવણી, વરસાદી પાણીનો...
sabarkantha ની ૨૬૧ ગ્રામ પંચાયતમાં અટલ ભૂ જલ યોજના અંતર્ગત તાલીમ યોજાઈ
સાબરકાંઠા જિલ્લામા નાયબ ખેતી નિયામક(તાલીમ), ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા અને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા અટલ ભૂ જલ યોજના અંતર્ગત સમાવિષ્ટ વડાલી, ઇડર, પ્રાંતિજ અને તલોદની કુલ ૨૬૧ પચાયતોમાં ખેડૂતોને ભૂગર્ભ જળ મોનિટરિંગના સાધનો અને તેની મરામત, જાળવણી, વરસાદી પાણીનો સંગ્રહ, કુવા રિચાર્જીગ, ખેત તલાવડી અને ચેકડેમનું મહત્વ, રોજિંદા જીવનમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ખેતી પાકોમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ખેતીમાં સૂક્ષ્મ પિયત પધ્ધતિના ફાયદા, પાણી સંગ્રહ અને આરોગ્ય માટે પ્રાકૃતિક કૃષિનુ મહત્વ જેવા વિષયોની સઘન તાલીમ અપાઈ હતી.
જુલાઇ-૨૦૨૪ થી આગામી ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન આ ૨૬૧ ગ્રામ પંચાયતમાં દરેકમાં ૬ તાલીમો આપવામા આવશે. એટલે કે ૧૫૬૬ તાલીમો દ્વારા ખેડૂતોમાં ભૂ જળ સંગ્રહ અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ અંગે જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જેના માટે ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીઓ, ગ્રામસેવકો,અને આત્મા વિભાગના બીટીએમ અને એટીએમને પંચાયતોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને આ યોજના વિષે અને તાલીમના વિષય વસ્તુ વિષે નિષ્ણાતો દ્વારા તાલીમ પણ આપવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૬ જુલાઈના રોજ ગોતા ગામે પ્રથમ તાલીમ યોજાઈ હતી. જેમાં આત્માના એટીએમ કિરણભાઇ અને જમીન ચકાસણી પ્રયોગશાળાના અલ્પેશભાઇએ તાલીમ આપી તેમજ નાયબ ખેતી નિયામક(તાલીમ) વિ.કે.પટેલે ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું.
અહેવાલ : યશ ઉપાધ્યાય 
Advertisement
Tags :
Advertisement

.