Surendranagar જિલ્લામાં ગેરકાયદે ખાણ ફરી શ્રમિકના મોતનું કારણ બની
Surendranagar Laborer dies : સુરેન્દ્રનગર (Surendranagar ) ના થાન તાલુકાના ખખરાથળ ખાતે ગેરકાયદે ખાણમાં પડી જવાથી વધુ એક શ્રમિકનું મોત ( Laborer dies) થયું છે. જો કે સમગ્ર ઘટના અંગે સ્થાનિક વહિવટી તંત્ર તરફથી ઘટના પર પડદો પાડવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે. પરિવારજનોએ પણ પોસ્ટમોર્ટમ કર્યા વિના જ અંતિમવિધિ કરી દીધી હોવાનું બહાર આવ્યું છે.
ગેરકાયદે ખાણ ફરી શ્રમિકના મોતનું કારણ બની
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખાણ ફરી શ્રમિકના મોતનું કારણ બની છે. થાન તાલુકાના ખખરાથળ ખાતે ગેરકાયદે ખાણમાં પડી જતા 37 વર્ષીય શ્રમિક મોતને ભેટ્યો છે. જો કે સ્થાનિક વહિવટી તંત્ર તરફથી ઘટના પર પડદો પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. સ્થાનિક તંત્ર તરફથી શ્રમિકના મોતની પુષ્ટી પણ નથી કરવામાં આવી અને પરિવારજનોએ પણ પોસ્ટમોર્ટમ કર્યા વિના જ અંતિમવિધિ કરી દીધી છે.
છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે કોલસાની ખાણો ધમધમી રહી છે
મૃતક માનસિક અસ્થિર હોવાથી પોસ્ટમોર્ટમ વિના જ અંતિમ સંસ્કાર કર્યાનો દાવો કરાયો છે. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે કોલસાની ખાણો ધમધમી રહી છે. ગેરકાયદે ધમધમી રહેલી ખાણો શ્રમિકોના મોતનું કારણ બની રહી છે
ખાણમાં પડી જવાથી મોત થવાની આ પહેલા પણ ઘટના બની ચૂકી છે
ખનનમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા
ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસરના ખનનમાં ત્રણ લોકોનાં જીવ ગયા હતા. મૂળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદે ચાલતું કાર્બોસેલના ખનનમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા.
આ પણ વાંચો----Surendranagar : ગેરકાયદેસર ખનનમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી 3 શ્રમિકોનાં મોત