Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: HTATના મુખ્ય શિક્ષકોના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યું ટ્વીટ

Gujarat: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોનો વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાત (Gujarat) રાજ્ય મુખ્ય શિક્ષક સંઘે આંદોલનનું એલાન કર્યું હોવાની માહિતી સામે આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, HTATના મુખ્ય શિક્ષકો...
gujarat  htatના મુખ્ય શિક્ષકોના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં  શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યું ટ્વીટ

Gujarat: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોનો વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાત (Gujarat) રાજ્ય મુખ્ય શિક્ષક સંઘે આંદોલનનું એલાન કર્યું હોવાની માહિતી સામે આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, HTATના મુખ્ય શિક્ષકો (HTAT Head Teachers)ના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં આવી ગઈ છે. તેમને જણાવી દઈએ કે, અત્યાર ગુજરાત (Gujarat) રાજ્યના શિક્ષણ મંત્રી (Education Minister) કુબેર ડિંડોર (Kuber Dindor)એ આંદોલન મુદ્દે ટ્વીટ કર્યું છે. નોંધનીય છે કે, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.

Advertisement

બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં: શિક્ષણ મંત્રી

ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ મંત્રી (Education Minister) કુબેર ડિંડોર (Kuber Dindor)એ HTATના મુખ્ય શિક્ષકો (HTAT Head Teachers)ને આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી છે. આ સાથે તેમણે એવું પણ જણાવ્યું છે કે, બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. જેથી HTATના મુખ્ય શિક્ષકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ‘આગામી ટુંક સમયમાં નવા નિયમો જાહેર કરાશે.’ નોંધનીય છે કે, HTATના મુખ્ય શિક્ષકોને આંદોલન કરવાની સરકારને ચીમકી આપી હતી. જે બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી છે.

Advertisement

શિક્ષક સંઘે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાજય મુખ્ય શિક્ષક સંઘ સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે, શિક્ષક સંઘે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. આ સાથે HTATના નિયમોની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેથી સરકાર પણ સત્વરે એક્શન મોડમાં આવી ગઈ છે. અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આંદોલન મુદ્દે ટ્વીટ કરીને શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Sabarkantha: શાળા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની બેગમાંથી નિકળ્યો સાપ, થોડી વાર થઈ હોત તો…

આ પણ વાંચો: Dahod: એક કલાકમાં અઢી ઇંચ વરસાથી શહેર થયું જળબંબાકાર, દુકાનોમાં પાણી ભરાઈ જતાં લાખોનું નુકશાન

આ પણ વાંચો: Gujarat માં ખતરનાક વાઇરસના દેખા! નામ છે ચાંદીપુરા; અત્યાર સુધી 5 બાળકોના મોત

Advertisement
Tags :
Advertisement

.