Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT : રાજ્યમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસ્યા મેઘરાજા, જાણો કયા કેટલો નોંધાયો વરસાદ

રાજ્યમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ ગીરસોમનાથના પાટણ-વેરાવળમાં 5 ઇંચ વરસાદ જૂનાગઢના માણાવદરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો રાજકોટના વિંછિયામાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો જૂનાગઢના માંગરોળ, માળિયા મિયાણામાં 5 ઇંચ વરસાદ GUJARAT રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં મેઘરાજાએ મન મૂકીને...
gujarat   રાજ્યમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસ્યા મેઘરાજા  જાણો કયા કેટલો નોંધાયો વરસાદ
  • રાજ્યમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ
  • ગીરસોમનાથના પાટણ-વેરાવળમાં 5 ઇંચ વરસાદ
  • જૂનાગઢના માણાવદરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો
  • રાજકોટના વિંછિયામાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો
  • જૂનાગઢના માંગરોળ, માળિયા મિયાણામાં 5 ઇંચ વરસાદ

GUJARAT રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે. મેઘરાજાએ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં જ મન મૂકીને વરસાદ વરસાવ્યો છે.વરસાદના લીધે બફારાના કારણે ત્રસ્ત જનતાએ ચોક્કસપણે રાહત અનુભવી હતી. હજી આગામી સમયમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતના 158 તાલુકામાં વરસાદ વરસ્યો હતો ચાલો જાણીએ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કેવી રહી હતી વરસાદની સ્થિતિ.

Advertisement

સૌરાષ્ટ્રમાં મન મૂકીને વરસાદે બેટિંગ કરી

સૌરાષ્ટ્રમાં મન મૂકીને વરસાદે બેટિંગ કરી હતી.સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથના પાટણ-વેરાવળમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.તેના ઉપરાંત જૂનાગઢના માણાવદરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.રાજકોટના વિંછિયામાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તેના બાદ જૂનાગઢના માંગરોળ, માળિયા મિયાણામાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વધુમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.દ્વારકાના ખંભાળિયામાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. વધુમાં વડગામ,દાંતામાં કલ્યાણપુરમાં અઢી ઇંચ વરસાદ અને અન્ય તાલુકામાં અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : SABARKANTHA : જિલ્લામાં સીઝનનો સૌથી વધુ વરસાદ ઈડર અને પ્રાંતિજમાં નોંધાયો

Advertisement

Tags :
Advertisement

.