Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch: નકલી નોટોના 50 બંડલ સાથે પોલીસે બેની ધરપકડ કરી, મોટા કૌભાંડનો પર્દાફાશ

Bharuch: ભરૂચ જિલ્લા એલસીબી (Bharuch District LCB) પોલીસને અંકલેશ્વર પંથકમાંથી એકકા ડબલ પ્રકરણ ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ છે. ગાડીમાંથી બાળકોની રમવાની નકલી રૂપિયાની નોટો અને અસલી ચલણી નોટો મળી આવતા તપાસમાં લોકો સાથે એક્કા ડબલના બહાને છેતરપિંડી કરતા હોવાનો...
02:59 PM Jul 16, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch lcb Police Action

Bharuch: ભરૂચ જિલ્લા એલસીબી (Bharuch District LCB) પોલીસને અંકલેશ્વર પંથકમાંથી એકકા ડબલ પ્રકરણ ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ છે. ગાડીમાંથી બાળકોની રમવાની નકલી રૂપિયાની નોટો અને અસલી ચલણી નોટો મળી આવતા તપાસમાં લોકો સાથે એક્કા ડબલના બહાને છેતરપિંડી કરતા હોવાનો ભાંડો ફૂટ્યો છે. નોંધનીય છે કે, ભાંડો ફૂટી જતા ફોરવીલ ગાડી સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આરોપી તો ગુનાહિત ભૂતકાળ હોવાનું સામે આવ્યું છે.

ગાડીમાંથી નોટોના બંડલો મળી આવતા પોલીસ ચોંકી

ભરૂચ (Bharuch) એલસીબી પીઆઇ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમએમ રાઠોડ નેશનલ હાઇવે 48 ઉપર વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન એક ફોરવીલ ગાડી નંબર HR-26-BS-9555 ગાડી શંકાસ્પદ લાગતા ગાડીના દસ્તાવેજોની માંગણી કરતા કોઈ યોગ્ય જવાબ નહીં મળતા ગાડીની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ગાડીમાંથી પોલીસે ભારતીય ચલણી નોટ જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની બાળકોની રમવાની નોટોના બંડલો મળી આવ્યા હતા. આ સાથે ઓસલી નોટો પણ મળી આવતા ચાલક અને તેની સાથે રહેલા વ્યક્તિ ઉપર શંકા ગઈ અને પૂછપરછ કરવામાં આવતા બંને ભાંગી પડ્યા હતા. તેઓ બાળકોની રમવાની નકલી નોટોના આધારે લોકો પાસેથી ‘એક કા ડબલ’ના બહાને અસલી નોટો મેળવી નકલી નોટો પધરાવી છેતરપિંડી કરતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

અગાઉ પણ આરોપી સામે ગુનો નોંધાયેલો છે

પોલીસે આરોપીઓ પાસેથી ગાડીમાંથી મળી આવેલા બાળકોની રમવાની નકલી નોટોના નંગ 50 બંડલ તથા રોકડા રૂપિયા 78,000 ઓસલી નોટોના બંડલ તથા ત્રણ મોબાઇલ કિંમત રૂપિયા 15000 ફોરવીલ ગાડી કિંમત રૂપિયા બે લાખ મળી 2,93,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે આરોપી નજીરભાઈ હુસેનભાઇ મલેક (ઉંમર વર્ષ 65 રહે મકાન નંબર 23 ગ્રીનપાર્ક સોસાયટી 100 ફૂટ રોડ આણંદ) અને ધનસુખભાઈ ચીમનભાઈ વૈધ (ઉંમર વર્ષ 61 એ 404 શ્રવણ ગ્રીન એપાર્ટમેન્ટ રીધમ હોસ્પિટલ વડોદરા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે એકા કા ડબલ ના બહાને નકલી નોટો પધારી અસલી મેળવી છેતરપિંડી કરી છે. તે બાબતેની માહિતી મેળવવા અને ભેદ ઉકેલવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે.

એકા કા ડબલ ના બહાને નકલી નોટોનું કૌભાંડ

એકા કા ડબલના કૌભાંડમાં માસ્ટર માઈન્ડ નજીર હુસેન મલેકનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવ્યો છે. જેમાં તેની સામે 2020 માં છેતરપિંડી તથા સાયબરમાં પણ છેતરપિંડી સહિત ગંભીર પ્રકારનો ગુનો દાખલ છે. આ સાથે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં 2014 માં પણ છેતરપિંડીનો ગુનો આમ ત્રણ ગુના તેની સામે દાખલ થયેલી છે. નોંધનીય છે કે, આવી કોઈ લોભામણી જાહેરાતોમાં આવવું નહીં નહિતર તમારા અસલી પૈસા પણ ગુમાવવા પડશે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Deesa: નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાઝ પઢતો વીડિયો વાયરલ, MLA પ્રવિણ માળીએ લખ્યો પત્ર

આ પણ વાંચો: Saputara એટલે ગુજરાતનું સ્વર્ગ, શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ

આ પણ વાંચો: Tapi: ઉકાઇ ડેમમાં પાણીની આવક યથાવત, ઉપરવાસમાં વરસાદના કારણે 21,004 ક્યૂસેક પાણીની આવક

Tags :
Bharuch big scam bustedBharuch lcb PoliceBharuch lcb Police Newsbharuch newsBig Scambig scam bustedek ka doubleek ka double ScamVimal Prajapati
Next Article