Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad Police : મુદ્દામાલના રોકડ 53.65 લાખ ASI ચાંઉ કરી ગયા

Ahmedabad Police : દારૂ, જુગાર સહિતના કેસમાં કબજે લીધેલા નાણાના રખોપાની જવાબદારી જેના શીરે હોય છે તે છે ક્રાઈમ રાઈટર હેડ. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના એક ક્રાઈમ રાઈટર હેડ સામે ખુદ પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી છે. સાબરમતી પોલીસ...
07:26 PM Jun 05, 2024 IST | Bankim Patel
Ahmedabad Police again in discussion

Ahmedabad Police : દારૂ, જુગાર સહિતના કેસમાં કબજે લીધેલા નાણાના રખોપાની જવાબદારી જેના શીરે હોય છે તે છે ક્રાઈમ રાઈટર હેડ. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના એક ક્રાઈમ રાઈટર હેડ સામે ખુદ પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી છે. સાબરમતી પોલીસ સ્ટેશન (Sabarmati Police Station) ના ASI જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર બે-પાંચ લાખ નહીં પરંતુ 53.65 લાખની રોકડ ચાંઉ કરી ગયા છે. 6 મહિના અગાઉ પ્રકાશમાં આવેલી ઉચાપતની ઘટના ઘર મેળે પતાવવાના પ્રયાસ કરી રહેલી સાબરમતી પોલીસને આખરે ફરિયાદ નોંધવાની ફરજ પડી.

કેવી રીતે લાખોની ઉચાપત આવી સામે ?

નવેમ્બર-2023માં અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) જી. એસ. મલિકે 7 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઈટર હેડના પદ પર ફરજ બજાવતા ASI જયેન્દ્રસિંહ પરમારની તારીખ 9 નવેમ્બર 2023ના રોજ વિશેષ શાખામાં બદલી થઈ ગઈ હતી. દરમિયાનમાં 23 નવેમ્બર 2023થી જયેન્દ્રસિંહ પરમાર બિમારીની રજા પર ચાલ્યા ગયા હતા. 25 નવેમ્બર 2023માં ઓઢવ પોલીસ સ્ટેશન (Odhav Police Station) ખાતેથી સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે આવેલા ASI વિનોદભાઇ ગોરાભાઇને માર્ચ-2024માં હંગામી ક્રાઈમ રાઈટર હેડ તરીકે નિમણૂક અપાઈ હતી. પોલીસ સ્ટેશનમાં રહેલા મુદ્દામાલની ચકાસણી અને ગણતરી વખતે ASI વિનોદભાઇના સાથી કર્મચારી કોન્સ્ટેબલ મુકેશભાઇ હમીરભાઇએ જણાવ્યું હતું કે, મુદ્દામાલની તિજોરીઓની ચાવીઓ હંમેશા જયેન્દ્રસિંહ પોતાની પાસે જ રાખતા હતા. પ્રાથમિક તપાસમાં લાખો રૂપિયાનો રોકડ મુદ્દામાલ ગાયબ હોવાની જાણકારી મળતા વિનોદભાઇએ ઉચ્ચ અધિકારીઓને ઘટનાથી વાકેફ કર્યા હતા. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2016થી લઈને વર્ષ 2023 દરમિયાન કુલ 262 ગુનાના કામે કબજે લેવાયેલા લાખો રૂપિયા ગાયબ છે. આ ઉપરાંત હરાજી કરાયેલા મુદ્દામાલની રકમ પણ ASI જયેન્દ્રસિંહ ચાંઉ કરી ગયા છે.

અધિકારીઓને આરોપીએ "લોલીપોપ" આપી

ગત વર્ષના અંતમાં જ સાબરમતી પોલીસ સ્ટેશનના અધિકારીઓને દાળમાં કાળુ હોવાની ગંધ આવી ગઈ હતી. દારૂ અને જુગારના ગુનાઓમાં કબજે લેવાયેલો રોકડ મુદ્દામાલ બેંક ઑફ ઈન્ડિયા (Bank of India) ભદ્ર શાખામાં જમા કરાવવાનો નિયમ છે. છેલ્લાં સાતેક વર્ષથી ક્રાઈમ રાઈટર હેડ તરીકે નિયુક્ત જયેન્દ્રસિંહ પરમારે (રહે. નંદીગ્રામ, નાના ચિલોડા, ગાંધીનગર) મુદ્દામાલની રોકડ અંગત ઉપયોગમાં લીધી હોવાની માહિતી ઉચ્ચ અધિકારીઓને મળી હતી. બિમારીની રજા પર રહેલા જયેન્દ્રસિંહે મુદ્દામાલની રોકડ બાબતે અધિકારીઓને રોકડ પરત આપવાની Lollipop આપી હતી. બિમારીની રજા પરથી પરત આવેલા જયેન્દ્રસિંહને સાથે રાખીને પોલીસે તપાસ ચલાવી ત્યારે પણ તેમણે "રૂપિયા સુરક્ષિત સ્થળે રાખ્યા છે" તેમ કહી ફરી એક વખત પોલીસ અધિકારીઓને લોલીપોપ આપી હતી.

આખરે ASI જયેન્દ્રસિંહની કરી ધરપકડ

Ahmedabad Police ફરી એક વખત ASI જયેન્દ્રસિંહની કરતૂતના કારણે ચર્ચામાં આવી છે. વર્ષ 2016થી ગુનાના કામે કબજે લેવાતા રોકડ મુદ્દામાલની ઉચાપત કરનારા એએસઆઈ જયેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરવાની પોલીસને ફરજ પડી છે. મોંઢાના કેન્સરની સારવાર લઈ રહેલા જયેન્દ્રસિંહ પરમારને અધિકારીઓએ અનેક તક આપી હતી. ઉચાપતનો મામલો મહિનાઓ અગાઉ સામે આવી ગયો હતો. આમ છતાં ઘર મેળે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ની આબરૂ સચવાઈ જાય તેવા પ્રયાસ અધિકારીઓએ કર્યા હતા.

આ પણ વાંચો - ​Cricket Betting : સટ્ટોડીયા કર્મચારીએ મહિલા મેનેજરની મદદથી બેંકને લગાવ્યો 3 કરોડનો ચૂનો

આ પણ વાંચો - Gujarat Government : બદલી કરી કથિત આરોપી IAS IPS અધિકારીઓને બચાવી લીધાં ?

Tags :
Ahmedabad PoliceAhmedabad Police CommissionerASIBank of IndiaBankim PatelGujarat FirstLollipopOdhav police stationSabarmati Police Station
Next Article