Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

 કચ્છની નાનકડી નીધિની ટેલેન્ટ જોઇને બોલી ઉઠશો...વાહ..

કચ્છની 10 વર્ષીય નીધિ શ્યામદાન ગઢવી નામની બાળ કલાકારે નાની ઉંમરે પરિવારનું ગૌરવ વધાર્યું છે. 5માં ધોરણમાં અભ્યાસ કરતી નીધિ દુહા, છંદ ,રામાયણની ચોપાઇ ફટાફટ બોલે છે. દાદા શંભૂદાનભાઈ ગઢવી પાસે દુહા છંદનું જ્ઞાન મેળવ્યું ભુજ તાલુકાના મીરજાપર ગામે રહેતી...
 કચ્છની નાનકડી નીધિની ટેલેન્ટ જોઇને બોલી ઉઠશો   વાહ
કચ્છની 10 વર્ષીય નીધિ શ્યામદાન ગઢવી નામની બાળ કલાકારે નાની ઉંમરે પરિવારનું ગૌરવ વધાર્યું છે. 5માં ધોરણમાં અભ્યાસ કરતી નીધિ દુહા, છંદ ,રામાયણની ચોપાઇ ફટાફટ બોલે છે.
દાદા શંભૂદાનભાઈ ગઢવી પાસે દુહા છંદનું જ્ઞાન મેળવ્યું
ભુજ તાલુકાના મીરજાપર ગામે રહેતી નીધિ ભુજની માતૃછાયા વિધાલયમાં ધોરણ 5 માં અભ્યાસ કરે છે. નીધિના પિતા શ્યામદાન ગઢવી ભુજની એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવે છે. તેની માતા ગૃહિણી છે. નીધિની નાની બહેન આરાધ્યા ધોરણ 1માં અભ્યાસ કરે છે.  નીધિએ તેના દાદા શંભૂદાનભાઈ ગઢવી પાસે દુહા છંદનું જ્ઞાન મેળવ્યું હતું.
નીધિ દુહા, છંદ,રામાયણની ચોપાઇ ફટાફટ બોલે છે
નીધિ દુહા, છંદ,રામાયણની ચોપાઇ ફટાફટ બોલે છે. ચારણોને તો સાહિત્ય તેમના લોહીમાં હોય છે,ત્યારે નીધિ 10 વર્ષની નાની વયમાં લોકોને પ્રેરણારૂપ છે. નીધિએ  રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં દુહા છંદમાં દ્વિતીય નંબર મેળવ્યો હતો. આ ઉપરાંત શાળામાં યોજાતા કાર્યક્રમોમાં પણ તે અચૂક ભાગ લે છે.
અભ્યાસની સાથે ધાર્મિકતા પ્રત્યે અભિરુચિ
નીધિ અભ્યાસની સાથે ધાર્મિકતા પ્રત્યે અભિરુચિ કેળવે છે. તેના માતા પિતા પણ ગૌરવ અનુભવે છે કે તેમની પુત્રી આજે આગળ વધી રહી છે. 10 વર્ષની ઉંમરે સંતાનો રમતા હોય છે તેની જગ્યાએ નીધિ દુહા, છંદ રજૂ કરીને આગળ વધી રહી છે.
નાની વયની બાળ કલાકારની કલા કહેવી પડે
આ નાનકડી બાળ કલાકારને કોઈ જ્ઞાનની જરૂર નથી. તે પોતાની રીતે જ મોંઢે ફટાફટ બોલી જાય છે. ખરેખર આ નાની વયની બાળ કલાકારની કલા કહેવી પડે..
- શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
- શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
- શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
- શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
- શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી  મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
પર આપના બાળકનું નામ આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની માહિતી જણાવતું ભરો ફૉર્મ અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા  આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે
આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને
Advertisement
Tags :
Advertisement

.