Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોધરામાં યોજાયો ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કેમ્પ..!

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ ગોધરા ( Godhra) શહેરમાં આવેલ જિલ્લા રમતગમત સંકુલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Sports Authority of India) દ્વારા ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કેમ્પ (Talent Identification Camp)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી ઊપસ્થિત...
ગોધરામાં યોજાયો ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કેમ્પ
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
ગોધરા ( Godhra) શહેરમાં આવેલ જિલ્લા રમતગમત સંકુલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Sports Authority of India) દ્વારા ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કેમ્પ (Talent Identification Camp)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી ઊપસ્થિત રમતવીરોને વિવિધ ગેમ્સ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
player
 નેશનલ આઇડેન્ટીફિકેશન કેમ્પ
આગામી સમયમાં યોજાનાર ઓલમ્પિક તેમજ અન્ય આંતરરાષ્ટ્રિય સ્તરની વિવિધ ગેમ્સમાં ભારતીય વિધાર્થીઓ પણ ભાગ લઈ શકે, તેમજ ભારતીય વિધાર્થીઓ પણ આંતરરાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધાઓમાં ટકી રહે તેવા આશયથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અત્યારથી નાની ઉંમરના રમતવીરોને સક્ષમ બનાવવાની શરૂઆત કરી છે, જે અંતર્ગત દેશના અલગ અલગ ઝોન મુજબ નેશનલ આઇડેન્ટીફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
camp
ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના રમતવીરોએ ભાગ લીધો
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરાના કનેલાવ ખાતે આવેલ જિલ્લા રમતગમત સંકુલ ખાતે દસ દિવસીય નેશનલ આઇડેન્ટીફિકેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો,જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના રમતવીરો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, આ કેમ્પમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પસંદગી પામેલા કોચ દ્વારા બાળકોને દરેક રમતમાં ભાગ લેવડાવી તેઓની રુચિ જાણી હતી તેમજ બાળકોના પરફોર્મન્સના આધારે બાળકોને રમત માટે પસંદગી કરવામાં આવી હતી. નાની ઉંમરના બાળકોને અત્યારથી જ તેઓની મનપસંદ રમત માટે સક્ષમ કરી શકાય તે પ્રકારનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.