Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT KE GENIUS: કોરોના કાળમાં દાહોદની હાર્દી બની અચ્છી ચિત્રકાર..!

અહેવાલ--સાબિર ભાભોર, દાહોદ દેશમાં કોરોના કાળમાં લોકોએ અનેક હાડમારી ભોગવી છે અને અનેક લોકોએ જાન પણ ગુમાવ્યા છે. જો કે ઘણા લોકો એવા પણ છે કે જેમણે કોરોના કાળનો સદપયોગ પણ કર્યો છે. ઘણાએ કોરોના કાળમાં પોતાની ક્રિયેટીવીટી બહાર લાવવાનો...
gujarat ke genius  કોરોના કાળમાં દાહોદની હાર્દી બની અચ્છી ચિત્રકાર
અહેવાલ--સાબિર ભાભોર, દાહોદ
દેશમાં કોરોના કાળમાં લોકોએ અનેક હાડમારી ભોગવી છે અને અનેક લોકોએ જાન પણ ગુમાવ્યા છે. જો કે ઘણા લોકો એવા પણ છે કે જેમણે કોરોના કાળનો સદપયોગ પણ કર્યો છે. ઘણાએ કોરોના કાળમાં પોતાની ક્રિયેટીવીટી બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો અને આવી જ રીતે દાહોદની હાર્દી ઘોતી નામની વિદ્યાર્થીનીએ કોરોના કાળના નવરાશભર્યા સમયમાં ડ્રોઇંગ કરવાની શરુઆત કરી અને આજે તે યુ ટયુબ પર જોઇને આબેહુબ ચિત્રો બનાવે છે.
dahod

કોઈ પણ માર્ગદર્શન વગર યુ ટ્યુબ ઉપર જોઈને આબેહૂબ ચિત્રો બનાવે છે

કોરોનાકાળ દરમિયાન ધોરણ પાંચની વિધાર્થીની એ નવરાશનો સમય પસાર કરવા ડ્રોઈંગની શરૂઆત કરી અને આજે કોઈ પણ માર્ગદર્શન વગર યુ ટ્યુબ ઉપર જોઈને આબેહૂબ ચિત્રો બનાવે છે.
drawing

દાહોદની હાર્દી ઘોતીએ ચિત્રો દોરવાની શરૂઆત કરી

કોરોનાકાળ દરમિયાન શાળા બંધ હતી. લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા ન હતા. ત્યારે આવી નવરાશની પળોમાં તે સમયે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી દાહોદની હાર્દી ઘોતીએ ચિત્રો દોરવાની શરૂઆત કરી અને તેમાં તેને વધારે રસ પડ્યો
painting
વધુ સારા ચિત્રો બનાવવા અને પોટ્રેટ બનાવવા માટે પ્રયાસ
ત્યારથી હાર્દી પોતાની રીતે અલગ અલગ ચિત્રો દોરવા લાગી અને પોતાની ઈચ્છા અને ધગશના કારણે તેણે યુ ટ્યુબ ઉપર જોઈ જોઈ ને ચિત્રો દોરવાના શરૂ કર્યા. તે આજે ધોરણ આઠમાં અભ્યાસ કરે છે પરંતુ કોઈપણ માર્ગદર્શક વગર માત્ર યુ ટ્યુબના સહારે આબેહૂબ ચિત્રો દોરી રહી છે. ચિત્રકળામાં તેનું એટલું મન લાગી ગયું છે કે કોઈપણ ચિત્ર બતાવો, આબેહૂબ તેના જેવુ ચિત્ર તે બનાવી રહી છે અને આગળ પણ તેને વધુ સારા ચિત્રો બનાવવા અને પોટ્રેટ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે.
girl mother

માતા તેની ટેલેન્ટ માટે ગર્વ અનુભવી રહ્યા છે

હાર્દીના પિતા હયાત નથી પણ તેની મમ્મી તેના આ શોખ અને ટેલેન્ટ માટે ગર્વ અનુભવી રહ્યા છે અને હાર્દી આર્ટ ક્ષેત્રે વધુ ને વધુ સફળ થાય તે માટે પ્રોત્સાહન આપી તેને તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. આ કિસ્સા પરથી  કહી શકાય કે લોકડાઉનમાં બાળકીનું ટેલેન્ટ ઊભરી આવ્યું છે અને હાર્દી સારા માં સારી ચિત્રકાર બને તેવી આશા પરિવારજનો રાખી રહ્યા છે.
– શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
– શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
– શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
– શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
– શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
પર આપના બાળકનું નામ
આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની
માહિતી જણાવતું ભરો ફૉર્મ  અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા
આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે
આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ
નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને
Advertisement
Tags :
Advertisement

.