Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harsh Sanghvi : ગાંધીનગરમાં 'યુવા સાંસદ-2024' કાર્યક્રમ, હર્ષ સંઘવીએ કહ્યું - એક દિવસના સાંસદ બનવા...

ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે આજે 'યુવા સાંસદ-2024' (Yuva MP-2024) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી અને યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) હાજર રહ્યા હતા. દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે, 'યુવા સાંસદ-2024' (Yuva MP-2024)...
harsh sanghvi   ગાંધીનગરમાં  યુવા સાંસદ 2024  કાર્યક્રમ  હર્ષ સંઘવીએ કહ્યું   એક દિવસના સાંસદ બનવા

ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે આજે 'યુવા સાંસદ-2024' (Yuva MP-2024) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી અને યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) હાજર રહ્યા હતા. દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે, 'યુવા સાંસદ-2024' (Yuva MP-2024) માં એક દિવસ માટે સાંસદ બનવા 22 હજારમાંથી 550 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે. આ વિદ્યાર્થીઓ સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા થશે તે વિષયોની અહીં ચર્ચા કરાશે.

Advertisement

ગુજરાતમાં (Gujarat) પહેલીવાર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા 'યુવા સાંસદ-2024' (Yuva MP-2024) કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ સ્પર્ધા હેઠળ વિદ્યાર્થીઓને એક દિવસ માટે સાંસદ બનવાની તક આપવામાં આવી છે. યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષભાઈ સંઘવીએ આ કાર્યક્રમની શરૂઆત સાથે સંબોધન કરી કહ્યું હતું કે, 83 થી વધુ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ આજે યુવાનો કરી રહ્યા છે. ત્યારે 'યુવા સાંસદ-2024' (Yuva MP-2024) હેઠળ એક દિવસના સાંસદ બનવા માટે 22 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમાંથી 550 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે.

Advertisement

ગૃહ રાજ્યમંત્રી અને યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghvi) આગળ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ તે વિષયોની અહીં ચર્ચા કરાશે. UCC, કલમ 370 (Article 370), સાઈબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સ્પેશ રિસર્ચ સહિતના મુદ્દાઓ પર વિધાર્થીઓ ચર્ચા કરશે. જણાવી દઈએ કે, ગઈકાલે હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે, 'યુવા સાંસદ-2024' (Yuva MP-2024) કાર્યક્રમ રાજ્યમાં પ્રથમવખત યોજાવવા જઈ રહ્યો છે, જેમાં રાજ્યભરની વિવિધ 83 યુનિવર્સિટીના 550 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમણે જણાવ્યું હતું કે, પાંચ અલગ અલગ જ્યુરી દ્વારા 550 યુવાનોની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન વિધાર્થીઓ મંત્રી બનીને ગૃહમાં ચર્ચા કરશે. ઉપરાંત, પ્રશ્નોતરી સહિત 4 સેશન્સ અને 5 જેટલા વિવિધ બિલ પર પણ ચર્ચા કરવામાં આવશે. વિકસિત ભારત-2047 (Developed India-2047), યુનિફોર્મ સિવિલ કોડ અને રામ મંદિર (Ram Mandir) નિર્માણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેશ રિસર્ચ, કલમ 370 (Article 370) અને સાઈબર સિક્યોરિટી સહિતના વિવિધ વિષય પર પણ ચર્ચા કરવામાં આવશે.

કલોલની આરસોડિયા ગ્રામ પંચાયતનું લોકાર્પણ

Advertisement

કલોલની (Kalol) આરસોડિયા ગ્રામ પંચાયતનું (Arsodia Gram Panchayat) મંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. તેમના દ્વારા આરસોડિયા નવી ગ્રામ પંચાયતના બિલ્ડિંગ અને તકતીનું ઉદઘાટન કરાયું હતું. દરમિયાન, મોટી સંખ્યામાં ગ્રામજનો અને પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવી ગ્રામ પંચાયતના લોકાર્પણથી સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - GSEB Board Exams 2024 : પરીક્ષાર્થીઓ સાંભળો…પરીક્ષા સમયે ટ્રાફિકમાં ફસાઓ તો આ હેલ્પલાઇન નં. પર કરો કોલ

આ પણ વાંચો - VADODARA: સરકારના પ્લેસમેન્ટ ફેરમાં વાર્ષિક 9 લાખ સુુધીની જોબ ઓફર કરાઇ

આ પણ વાંચો - SindhuBhawan Road Accident : બેફામ આવતા કારચાલકે 18 વર્ષીય બાઈકચાલકને અડફેટે લેતા મોત

Tags :
Advertisement

.