Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Worl Liver Day: અમદાવાદ Civil Hospital માં અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ, 3 વર્ષમાં થયા 150 અંગદાન

Worl Liver Day: અમદાવાદ (Ahmedabad) સિવિલમાં વિશ્વ લીવર દિવસના દિવસે 150 મું અંગદાન કરાયું. 150 માં અંગદાનની વાત કરીએ તો ડીસાના રહેવાસી અને મજૂરી કામ કરતાં અર્જુનજી ઠાકોર 17 એપ્રિલનો બાઈક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો. જેથી તેઓને પ્રાથમિક સારવાર...
07:14 PM Apr 19, 2024 IST | Aviraj Bagda
World Live Day, Ahmedabad, Civil Hospital, Organ Donation

Worl Liver Day: અમદાવાદ (Ahmedabad) સિવિલમાં વિશ્વ લીવર દિવસના દિવસે 150 મું અંગદાન કરાયું. 150 માં અંગદાનની વાત કરીએ તો ડીસાના રહેવાસી અને મજૂરી કામ કરતાં અર્જુનજી ઠાકોર 17 એપ્રિલનો બાઈક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો. જેથી તેઓને પ્રાથમિક સારવાર અર્થે પ્રથમ ડીસા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં દાખલ કરવામાં આવ્યા હતા.

Worl Liver Day

અત્રે નોંધનીય બાબત એ છે કે, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી દિલીપ દેશમુખ (દાદા) દ્વારા સમગ્ર ગુજરાતમાં જે અંગદાન (Organ Donation) જનજાગૃતિનું અભિયાન ચલાવવામા આવ્યું છે. તે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટે અર્જુનજી બ્રેઈન ડેડ (Brain Dead) હોવાની જાણ થતાં તેમનો સંપર્ક કર્યો હતો. તેમણે Brain Dead અને અંગદાન (Organ Donation) વિશે સમજાવી આગળની કાર્યવાહી કરી હતી.

ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું થયું

ત્યારે દર્દીને અમદાવાદ (Ahmedabad) ની સિવિલ હોસ્પિટમાં વાત કરી તાત્કાલીક Civil Hospitalમાં શિફ્ટ કર્યા હતા. Civil Hospital માં 18 એપ્રિલના રોજ તબીબોએ અર્જુનજીનાં એપનીઆ ટેસ્ટ બાદ Brain Dead જાહેર કર્યાં હતા. ડીસા તાલુકાના સાવિયાલા ગામના સરપંચ ઠાકોર રતુજીએ અર્જુનજી ઠાકોરના Brain Dead હોવાની જાણ થતા તરત જ પોતાનો માનવધર્મ સમજી અર્જુનજીનાં પત્ની, ભાઇ તથા તેમના અન્ય સ્વજનોને અંગદાન (Organ Donation) વિષે સમજાવ્યા. જેથી અર્જુનજીનાં તમામ સ્વજનોએ તેમના અંગોદાન (Organ Donation) થકી બીજા 3 જરૂરિયાત મંદ વ્યકિતઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: Saurashtra University Exam: પેપર લીક પરંપરા બની રહી હોય તેવું લાગી રહ્યું, 3 દિવસથી…

World Liver Dayનાં દિવસે બે કિડની અને લીવરનું દાન મળ્યું

આ વિશે વાત કરતાં અમદાવાદ Civil Hospital સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ આ ક્ષણે જણાવ્યું હતું કે અમદાવાદ Civil Hospital માં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલ અંગદાન (Organ Donation) ના મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિધ્ધી હાંસલ થઇ છે. જેમાં આજદિન સુધીમાં કુલ 150 અંગદાન (Organ Donation) થયા છે. જેના દ્વારા કુલ 483 અંગોદાન (Organ Donation) મળ્યું છે. જે થકી 469 લોકોને નવજીવન પ્રદાન થયું છે. આજે World Liver Day નાં દિવસે થયેલા અંગદાનથી બે કિડની અને લીવરનું દાન મળ્યું છે . જેને Civil Hospital કેમ્પસની જ કિડની હોસ્પીટલમાં જરૂરિયાત મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામા આવશે.

Worl Liver Day

આ પણ વાંચો: CR Patil : ફોર્મ ભરતી વેળાએ CR પાટીલ અને કોંગ્રેસ ઉમેદવાર નૈષેધ દેસાઈની ગુફ્તેગૂ ચર્ચાનું કેન્દ્ર બની!

છેવાડાનો માણસ પણ અંગદાનની મહત્તા સમજતો થયો

Brain Dead વ્યક્તિના અંગોને રીટ્રાઈવ કરતા પહેલા એક પ્રાર્થના કરવામાં આવે છે. આજે થયેલી પ્રાર્થનામાં કિડની ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ‌.પ્રાંજલ મોદી અને યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી પણ હાજર રહ્યા હતા. દિલીપ દેશમુખ દાદાનાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામા આવેલ જન જાગૃતિ અભિયાનનાં લીધે આજે ગામેગામ છેવાડાનો માણસ પણ અંગદાન (Organ Donation) ની મહત્તા સમજતો થયો છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: VADODARA : પોસ્ટલ બેલેટથી મતદાન માટે 13 હજારથી વધુ ફોર્મ સોંપાયા

Tags :
AccidentAhmedabadBanaskanthaCivil HospitalDisaGujaratGujaratFirstorgan donationWorld Live Day
Next Article