Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vibrant Gujarat : જાપાનમાં CM ભૂપેન્દ્રભાઈની સાથે દેખાતી આ ગુજરાતી યુવતી કોણ છે ?

  વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit 2024) નું આમંત્રણ આપવા ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) પ્રતિનિધિ મંડળ સાથે જાપાન (Japan) પહોંચ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે તસ્વીરોમાં સાથે દેખાતી ગુજરાતી યુવતીના ફોટા મીડીયા સર્કલ (Media Circle) માં વાઈરલ થયા...
03:12 PM Nov 26, 2023 IST | Bankim Patel

 

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit 2024) નું આમંત્રણ આપવા ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) પ્રતિનિધિ મંડળ સાથે જાપાન (Japan) પહોંચ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે તસ્વીરોમાં સાથે દેખાતી ગુજરાતી યુવતીના ફોટા મીડીયા સર્કલ (Media Circle) માં વાઈરલ થયા છે. તસ્વીરોમાં દેખાતી અમદાવાદની યુવતી કેના કોશિષ શાહ (Kena Shah) છે અને તેનો પરિવાર મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. કેના શાહના પિતા ગુજરાતીઓને જાપાન તરફ નજર દોડવવા માટે કેમ આગ્રહ કરી રહ્યાં છે વાંચો આ અહેવાલમાં.

 

કેના શાહની શું છે ભૂમિકા ? : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા શાહ પરિવારની દિકરી કેના (ઉ.28) છેલ્લાં 6 વર્ષથી જાપાનમાં છે. અભ્યાસ અર્થે 6 વર્ષ અગાઉ જાપાન ગયેલી કેના શાહે સૌ પ્રથમ જાપાનીઝ ભાષા શીખી હતી અને ત્યારબાદ IT નો કોર્સ કર્યો છે. હાલ કેના શાહ જાપાનમાં વર્ક પરમિટ પર રહે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં એક ઉચ્ચ પ્રતિનિધિ મંડળ જાપાનની 5 દિવસની મુલાકાતે છે. જાપાનના પ્રધાનમંત્રી, રોકાણકારો તેમજ વિવિધ ક્ષેત્રોના અધિકારીઓ સાથે ગુજરાતના CM અને સિનિયર IAS ઓફિસર્સ મુલાકાત કરશે. ગુજરાતી (Gujarati) અંગ્રેજી (English) હિન્દી (Hindi) અને જાપાનીઝ ભાષા (Japanese Language) પર પ્રભુત્વ ધરાવતી કેના શાહ હાલ CM માટે દુભાષિયા (Interpreter) ની ભૂમિકા ભજવી રહી છે. કેના શાહનો ભાઈ પાર્થ (ઉ.23) મોટી બહેનના પગલે સવા વર્ષ અગાઉ જાપાન પહોંચ્યો છે અને હાલ તે વધુ અભ્યાસ માટે જાપાનીઝ ભાષા શીખી રહ્યો છે.

 

શાહ પરિવારની ત્રણ પેઢી પત્રકારત્વના વ્યવસાયમાં : કેના શાહના પિતા કોશિષ, કાકા અપૂર્વ, દાદા સુરેશભાઈ, વડદાદા સ્વ. કાંતિલાલ મણીલાલ શાહ ગુજરાતના મીડિયા ક્ષેત્ર (Media Sector) માં છે અને રહી ચૂક્યાં છે. કાકા, દાદા અને વડદાદાએ ગુજરાતના માતબર અખબારોમાં બિઝનેસ રિપોર્ટર (Business Reporter) તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. કેનાના પિતા કોશિષ શાહ હાલ ગુજરાતના એક અખબારમાં બ્યૂરા ચીફની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ એડવર્ટાઈઝીંગ એજન્સી (Advertising Agency) પણ ધરાવે છે.

 

જાપાન ઉજ્જવળ ભવિષ્ય માટે સારી તક : "શિન્ઝો આબેની અમદાવાદ મુલાકાત વખતે થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મળેલી જાણકારી બાદ મારી પુત્રી કેનાને જાપાન અભ્યાસ માટે મોકલવાનો નિર્ણય લીધો હતો અને ત્યારે કેટલાંક લોકોએ મોંઢુ બગાડ્યું હતું." આ શબ્દો છે પત્રકાર કોશિષ શાહ (Koshish Shah) ના. Gujarat First સાથેની વાતચીતમાં કોશિષ શાહે કહ્યું કે, જાપાન ગુજરાતીઓ માટે એક ખૂબ સારી તક છે. નરેન્દ્ર મોદી (Narendra Modi) એ જાપાન સાથે ગાઢ સંબંધો બનાવ્યા છે. આજે ગુજરાતમાં જાપાનની 360થી વધુ ઈન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. જાપાનીઝ ભાષા શીખવી અઘરી નથી તેમજ કોલેજ ફી પણ અન્ય દેશોની સરખામણીમાં ઓછી છે. ગુજરાતીઓમાં કેનેડા, USA, UK, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો ભારે ક્રેઝ છે. જો કે, જાપાન યુવાઓ માટે એક વધુ સારી તક છે. જાપાનમાં જીરો ક્રાઈમ (Low Crime) છે.

 

આ  પણ  વાંચો -GUJARAT POLICE : TRB જવાનો બદલવાથી ભ્રષ્ટાચાર બંધ થશે ?

 

Tags :
Bankim Patel AhmedabadBankim Patel JournalistBankim Patel ReporterBhupendra PatelBhupendra Patel CMGovernment Of GujaratGujarat FirstGujarati NewsIndo-JapanJapanese LanguageKena ShahKoshish ShahKoshish Shah JournalistLow Crime Rate in JapanMedia FieldMedia SectorNarendra ModiVibrant Gujarat 2024Vibrant Gujarat Global SummitVibrant Gujarat Summit 2024જાપાનવાઈબ્રન્ટ ગુજરાત
Next Article