Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnath Mela : 20 કિલો વજનની 10 હજાર રુદ્રાક્ષની માળા પહેરેલા આ ભભૂતધારી સંત આકર્ષણનું કેન્દ્ર બન્યા

જુનાગઢની (Junagadh) ભવનાથ તળેટીમાં શિવરાત્રિના (MahaShivratri) મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન ભોળાનાથના દર્શન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે, 5 કિમી રૂટનાં રમણીય આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં મેળાની અલૌલિક સુંદરતા પણ જોવા મળી...
bhavnath mela   20 કિલો વજનની 10 હજાર રુદ્રાક્ષની માળા પહેરેલા આ ભભૂતધારી સંત આકર્ષણનું કેન્દ્ર બન્યા

જુનાગઢની (Junagadh) ભવનાથ તળેટીમાં શિવરાત્રિના (MahaShivratri) મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન ભોળાનાથના દર્શન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે, 5 કિમી રૂટનાં રમણીય આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં મેળાની અલૌલિક સુંદરતા પણ જોવા મળી રહી છે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં (Bhavnath Mela) દૂર દૂરથી લાખો ભાવિકો ઉમટ્યા છે. ત્યારે ભવનાથ તળેટીમાં સંતો ધૂણી ધખાવીને ભગવાન શિવની ભક્તીમાં મગ્ન થયા છે. ત્યારે શ્રદ્ધાળુઓ પણ સાધુ-સંતોના દર્શન કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. જો કે, આ મેળામાં 20 કિલોથી વધુ વજનના 10 હજારથી વધુ રુદ્રાક્ષની માળા પહેરેલા ભભૂતધારી એક સંતે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Advertisement

ભવનાથ ખાતે શિવરાત્રીના મેળા (Bhavnath Mela) નિમિત્તે દત્ત શિખરમાં ધજા ચડાવામાં આવે છે. ત્યારબાદ મહાશિવરાત્રીના મેળા માટે આવેલા તમામ સાધુ-સંતો ધૂણો ધાપાવે છે અને શિવની આરાધના કરે છે. ભવનાથ તળેટીમાં સાધુ -સંતોના લોકો દર્શન કરી રહ્યા છે ત્યારે 20 કિલોથી વધુ વજનના 10 હજારથી વધુ રૂદ્રાક્ષની (Rudraksha) માળા પહેરેલા ભભૂતધારી એક સંત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શરીરે ભભૂત લગાવી માથાથી પગ સુધી 20 કિલોથી વધુ વજનના 10 હજારથી વધુ રુદ્રાક્ષની માળાઓ પહેરેલ ભૈરવગીરી ચેતનગીરી મહારાજ નામના સાધુ શિવભક્તિમાં ધ્યાન મગ્ન છે. તેમના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૈરવગીરી ચેતનગીરી મહારાજ (Bhairavagiri Chetangiri Maharaj) ભવનાથ પધાર્યા છે.

Advertisement

ભવનાથ તળેટીમાં આવેલા 5 હજારથી વધુ સંતોને કીટનું વિતરણ

જણાવી દઈએ કે, દત્ત શિખરના (Datta Shikhar) મહંત દ્વારા પરંપરા મુજબ ભવનાથ તળેટીમાં આવેલા સાધુ સંતોને કીટનું વિતરણ કરવામાં આવે છે. અંદાજે પાંચ હજારથી વધુ સંતોને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ તેઓને દક્ષિણા પણ અર્પણ કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં દેશ અને દુનિયામાંથી ભક્તો ભવનાથ આવતા હોય છે. આ તમામની સુરક્ષાની જાળવણીની સાથે મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય કે અકસ્માતની ઘટના ન બને તે માટે જૂનાગઢ પોલીસે (Junagadh Police) મેળાની સુરક્ષાને લઈને આયોજન કર્યુ છે, જેમાં જૂનાગઢ શહેરથી ભવનાથ (Bhavnath) તળેટી સુધીના વિસ્તારોને અલગ અલગ ઝોનમાં વિભાજિત કરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુનાગઢ પોલીસના (Junagadh Police) 3000 થી વધુ પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. સાથે જ CCTV સર્વેલાન્સ અને ડ્રોન કેમેરા સાથે નજર રાખવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : ‘હું સફળ થવા માટે ઘરેથી જાઉં છું. 10 વર્ષ બાદ પરત આવીશ…’, ધો.9ના ગુમ થયેલ બે વિદ્યાર્થી મુંબઈથી મળ્યા

Tags :
Advertisement

.