Vipul Chaudhary: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદારો અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
Vipul Chaudhary: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કાર્ય કરશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.
- સમસ્ત પાટીદાર સમાજ વેપારી થઈ ગયો છે
- પાટીદાર સરકારી પરિવહનનો લાભ લેતા નહીં જોવા મળતા
- અર્બુદા સેવા સમિતિની ભવિષ્ય માટે વ્યૂહરચના
ત્યારે આ બેઠકમાં વિવાદિત નિવેદન આપતા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ફરી એકવાર લોકસભા ચૂંટણી 2024 પહેલા ચર્ચાનો વિષય બન્યા છે. આ બેઠકમાં તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, કડવા પાટીદાર હોય કે, લેઉવા પાટીદાર વેપારી થઈ ગયો છે. કારણ કે.... પશુપાલન કરતો કે ગાય-ભેંસ ઉછેરતા એવા પાટીદાર વ્યક્તિઓ પાટીદાર સંસ્થાઓમાં રહ્યા નથી.
પાટીદાર સરકારી પરિવહનનો લાભ લેતા નહીં જોવા મળતા
આજના સમયમાં પાટીદાર સમાજમાં માત્ર રૂપિયાનું મહત્ત્વ રહ્યું છે, સેવાનું નહીં. આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી દ્વારા આપવામાં આવ્યા છે. તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આજે કોઈ પણ પાટીદાર સરકારી પરિવહનનો લાભ લેતો નહીં જોવા મળે. ત્યારે આ નિવેદન બાદ બે સમાજ આમને-સામને આવતા ભારે તણાવની સ્થિતિ ઉદ્ભવી શકે છે.
અર્બુદા સેવા સમિતિની ભવિષ્ય માટે વ્યૂહરચના
તે ઉપરાંત પૂર્વ ગૃહ રાજ્યમંત્રીએ અર્બુદા સેવા સમિતિની બેઠકમાં સમિતિની વ્યૂહરચના વિશે દિશાસૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ અર્બુદા સેવા સમિતિમાં આગામી દિવસોમાં આંજણા ચૌધરી સમાજની સભ્યો નોંધણી કરશે. જેથી સમિતિમાં સવા લાખ સભ્યોનું આગમન થશે. તેમજ આ સેવા સમિતિ દ્વારા ગાંધીનગરમાં સામાજિક અને શૈક્ષણિક ધોરણો નિર્માણ કરવામાં આવશે.
આ પણ વાંચો: VADODARA : PCB ની ટીમે પ્રોહીબીશનની બે રેડમાં રૂ. 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો