Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VIBRANT GUJARAT SUMMIT 2024 : PM મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું

VIBRANT GUJARAT SUMMITPM :  મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શો (Global trade show) નું ઉદ્ઘાટન કરવામાં  આવ્યું  છે. જેમાં એક કલાક જેટલો સમય ટ્રેડ શોમાં PM વિતાવશે. તથા 4 વાગ્યે PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચશે. તથા 5.15 વાગ્યે PM મોદી...
vibrant gujarat summit 2024   pm મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું

VIBRANT GUJARAT SUMMITPM :  મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શો (Global trade show) નું ઉદ્ઘાટન કરવામાં  આવ્યું  છે. જેમાં એક કલાક જેટલો સમય ટ્રેડ શોમાં PM વિતાવશે. તથા 4 વાગ્યે PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચશે. તથા 5.15 વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જેમાં UAEના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરશે.

Advertisement

5.30 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ આવશે. જેમાં એરપોર્ટથી ગાંધીનગર માટે બંને દેશના વડા રવાના થશે. તથા હોટલ લીલામાં UAEના રાષ્ટ્રપતિ સાથે બેઠકનું આયોજન કર્યું છે. બેઠકમાં કેટલાક મહત્વના MOU થાય તેવી શક્યતા છે. બંને દેશોના વડા સાથે રાત્રિ ભોજન પણ લેશે. 9 વાગ્યે PM મોદી રાજભવન પરત આવશે. CM ભૂપેન્દ્ર પટેલ પણ મહાત્મા મંદિરમાં હાજર છે.

Advertisement

Advertisement

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ (VIBRANT GUJARAT SUMMITPM 2024) ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ-વિદેશના વડા, મોટી કંપનીઓના સીઇઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ધાટન કર્યું હતું. ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શોની શરુઆત થઇ રહી છે. જેમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થયુ છે. 9થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ટ્રેડ શો ચાલશે. જેમાં બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો છે.

100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશો સામેલ

100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશો સામેલ થયા છે. 20 દેશો પોતાના દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. તથા 10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ મુલાકાત લઇ શકશે. તેમજ ગ્લોબલ ટ્રેડ શો 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારતના સ્ટોલ છે. ટ્રેડ શોમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગનું પ્રદર્શન જોવા મળશે. ઓટો, સિરામિક, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરીનું પ્રદર્શન થશે.

આ  પણ  વાંચો  - Gandhinagar : ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક: José Ramos Horta

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

 

 

Tags :
Advertisement

.