Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં ઈલાજ એક સેવા, આરોગ્ય એક દાન.. હરિયાણામાં PMએ કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પંજાબ-હરિયાણાની મુલાકાતે છે.  વડાપ્રધાન મોદીએ હરિયાણાના ફરીદાબાદમાં આજે ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી 2600 બેડવાળી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ધાંટન કર્યું. તેમણે અમૃતા હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલની પ્રશંસા કરી. આ હોસ્પિટલ અંદાજે રૂ. 6,000 કરોડના ખર્ચે 133 એકરમાં ફેલાયેલી છે. અમૃતા હોસ્પિટલનું નિર્માણ માતા અમૃતા
ભારતમાં ઈલાજ એક સેવા  આરોગ્ય એક દાન   હરિયાણામાં pmએ કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પંજાબ-હરિયાણાની મુલાકાતે છે.  વડાપ્રધાન મોદીએ હરિયાણાના ફરીદાબાદમાં આજે ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી 2600 બેડવાળી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ધાંટન કર્યું. તેમણે અમૃતા હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલની પ્રશંસા કરી. આ હોસ્પિટલ અંદાજે રૂ. 6,000 કરોડના ખર્ચે 133 એકરમાં ફેલાયેલી છે. અમૃતા હોસ્પિટલનું નિર્માણ માતા અમૃતાઆનંદમયી મઠ દ્વારા કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં ઑન્કોલોજી, કાર્ડિયાક સાયન્સ, ગેસ્ટ્રો-સાઈન્સ, રીનલ સાઈન્સ ,ન્યુરોસાઈન્સ, હાડકાંના રોગો, સ્ટ્રોક, ટ્રાન્સપ્લાન્ટ અને માતા તથા બાળકોનો વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે.
ઉદ્ધાંટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કહ્યું કે, થોડાં દિવસો પહેલાં જ દેશ એક નવી ઉર્જા સાથે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ  કર્યો છે. આપણા આ અમૃતકાળમાં દેશના સામુહિક પ્રયાસો પ્રતિષ્ઠિત થઈ રહ્યાં છે. દેશના સામુહિક વિચાર જાગૃત થઈ રહ્યાં છે. ભારત એક એવું રાષ્ટ્ર છે. જ્યાં ઈલાજ એક સેવા છે. આરોગ્ય એક દાન છે. જ્યાં આરોગ્ય અને આધ્યાત્મ બંન્ને એક બીજા સાથે જોડાયેલા છે. આપણે ત્યાં આયુર્વિજ્ઞાન એક વેદ છે . આપણે આપણા મેડિકલ સાઈન્સને પણ આયુર્વેદનું નામ આપ્યું છે. આપણાં પારંપરિક આયુર્વેદિક ડોક્ટરોને દેશમાં સ્વાસ્થ્ય સેવામાં તેમના યોગદાન માટે મહર્ષિની ઉપાધી આપવામમાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે,  આ મોડેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે પ્રિફર્ડ મોડ તરીકે જાહેર-ખાનગી ભાગીદારીની (PPP) પહોંચને વધુ ગાઢ બનાવવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે. આ મોડલ પાયાના લોકો સુધી પહોંચવામાં મદદ કરે છે અને દૂરના ભાગોમાં ઉત્થાન સુનિશ્ચિત કરે છે.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે (Manoharlal Khattar) કહ્યું કે, આ 2600 બેડવાળી હોસ્પિટલ છે. તેમાં  500 બેડ આઈસીયૂમાં હશે. મને લાગે છે કે આ ભારતની સૌથી મોટી હોસ્પિટલ છે. પહેલાં હરિયાણામાં માત્ર સાત મેડિકલ કોલેજ હતી પરંતુ હવે 13 મેડિકલ કોલેજ છે. આગામી સમયમાં પ્રત્યેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ હશે.
આ ઉદ્ધાંટન કાર્યક્રમ હરિયાણાના રાજ્યપાલ બંડારૂ, દત્તાત્રેય, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા, કેન્દ્રીય મંત્રી ફરીદાબાદ અને સાંસદ કૃષ્ણપાલ ગુર્જર, અમ્માના નામે ઓળખાતા આધ્યાત્મિક ગુરૂ માતા અમૃકાનંદમયી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
Advertisement

Koo App

केन्द्र व राज्य सरकार नागरिकों को उच्च स्तरीय स्वास्थ्य सुविधाएं उपलब्ध करवाने के लिए वचनबद्ध है। आज प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी द्वारा फरीदाबाद में देश के सबसे बड़े सुपर स्पेशलिटी अस्पतालों में से एक ’अमृता अस्पताल’ के उद्घाटन अवसर पर उपस्थित रहा। निश्चित ही इस अस्पताल की स्वास्थ्य सुविधाओं का लाभ हरियाणा के साथ-साथ पड़ोसी राज्य के नागरिकों को भी मिलेगा।

- Manohar Lal (@manoharlalbjp) 24 Aug 2022

Tags :
Advertisement

.