Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાઈબ્રન્ટ ગુજરાત બિઝનેસ, નેટવર્કિગ સહિત અનેક ક્ષેત્રે પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ બન્યું છે : શ્રી હર્ષ ભાઈ સંઘવી

વાઈબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ માટે નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટન રેઝર અને મુંબઈ,ચંદીગઢ અને જાપાનમાં સફળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શો બાદ,વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે આજે કોલકાતા રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, રમતગમત...
વાઈબ્રન્ટ ગુજરાત બિઝનેસ  નેટવર્કિગ સહિત અનેક ક્ષેત્રે પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ બન્યું છે   શ્રી હર્ષ ભાઈ સંઘવી

વાઈબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ માટે નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટન રેઝર અને મુંબઈ,ચંદીગઢ અને જાપાનમાં સફળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શો બાદ,વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે આજે કોલકાતા રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, રમતગમત યુવા અને સંસ્કૃતિક બાબતોના રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ આ રોડ શોમાં ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ જગતની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

Advertisement

રોડ શૉ પહેલા, ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગ જગતના વિવિધ મહાનુભાવો સાથે વન ટુ વન બેઠક કરી હતી. જેમાં વેસુવિયસ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નીતિન જૈન, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના લિગલ એન્ડ કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ અને કંપની સેક્રેટરી જિતેન્દ્ર કુમાર, મૉલકોમ ઈન્ડિયા લિ.ના ડિરેક્ટર  ગિરિરાજ માલ, ટીટાગઢના ડિરેક્ટર  પ્રિતિશ ચૌધરી,પર્પલ માઇક્રોપોર્ટ સાયન્ટિફિક ઇન્ડિયા પ્રા.લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી સીઇઓ દિનેશ અરોરા, બર્જર પેઇન્ટ્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગના ગ્રુપ હેડ  રાજેશ તિવારી, IFB એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ.ના MD એ. મુખોપાધ્યાય, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝના સીએફઓ આર. ચૌધરી, શ્યામ મેટલિક્સ એન્ડ એનર્જી લિમિટેડના CEO શ્રી દીપક ગોયલ, સેનકો ગોલ્ડ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર  સુવંકર સેન, એટમોસ્ફિયરના મેનેજિંગ ડિરેક્ટર  એસ. મોહાપાત્રાનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement

આ બેઠકો દરમિયાન, તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અંગે વાત કરી હતી અને છેલ્લા બે દાયકામાં ગુજરાત કેવી રીતે વિકાસ માટે રોલ મોડેલ અને પસંદગીનું રોકાણ સ્થળ બન્યું છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાતના નીતિ-આધારિત અભિગમને રાજ્યમાં રોકાણ માટેના આકર્ષણનું શ્રેય આપતાં 2002 અને 2022 ની વચ્ચે US$ 55 બિલિયનની ગુજરાતની સંચિત એફડીઆઈ અંગે પણ વાત કરી હતી. સાથે ગુજરાતની વિવિધ પોલિસીઓ જેમકે ગુજરાત રિન્યુએબલ પોલિસી 2023,આત્મનિર્ભર ગુજરાત સ્કિમ 2022, ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક પોલિસી 2021, ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી 2021,ટુરીઝમ પોલિસી અને ટેક્સટાઈલ પોલિસી અંગે વાત કરી હતી.વધુમાં, તેમણે ભારતની નિકાસમાં ગુજરાતના નોંધપાત્ર યોગદાન તરફ ધ્યાન દોર્યું, જેમાં 2022-23માં 33 ટકા થી વધુ નિકાસ રાજ્યમાંથી થઈ હતી. રાજ્યનો વ્યાપક દરિયાકિનારો, ભારતના 40 ટકા  કાર્ગોનું સંચાલન કરે છે. સાથે 84 લાખથી વધુ લોકોને રોજગારી આપતા 14.6 લાખથી વધુ નોંધાયેલા MSMEs ગુજરાતની આર્થિક ક્ષમતા દર્શાવે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતના બે જિલ્લાઓ, અમદાવાદ અને સુરત, સૌથી વધુ ઉદ્યોગ નોંધણી માટે ભારતના ટોચના દસ જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે, અને રાજ્યમાં 7,300થી વધુ સ્ટાર્ટઅપ્સ છે, જે DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત છે, જે 210+ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓના નેટવર્ક દ્વારા સમર્થિત છે.

હર્ષ સંઘવીએ સંબોધન કરતા ગુજરાતના ઔદ્યોગિક વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને ગિફ્ટ સિટી, ધોલેરા અને માંડલ-બેચરાજી જેવા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન તેમજ પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ ઝોન, ડ્રીમ સિટી, સાણંદ મેન્યુફેક્ચરિંગ હબ, લોજિસ્ટિક્સ પાર્ક, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ અંગે વાત કરી હતી. વધુમાં, તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ વધારવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીનો અમલ કરનાર દેશના પ્રથમ રાજ્ય તરીકે ઊભું છે, જેનો હેતુ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ મેન્યુફેક્ચરિંગ માટે ભારતના પસંદગીના સ્થાન તરીકે સ્થાપિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતના અગ્રણી રોકાણકાર માઈક્રોને ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું બાંધકામ શરૂ કર્યું છે.

તેમણે એમ કહીને સમાપન કર્યું કે, હું માનું છું કે ગુજરાતની ઔદ્યોગિક માળખાકીય સુવિધા, સાનુકૂળ નીતિઓ અને ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ અભિગમ પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આપણા દેશ માટે ફાયદાકારક રહેશે.ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે સૌને આમંત્રણ પાઠવ્યું હતું અને ગુજરાતમાં રોકાણ અને દેશની વિકાસ યાત્રામાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યા હતા.

વધુમાં,ગુજરાત સરકારના અધિક ઉદ્યોગ કમિશનર ડૉ. કુલદીપ આર્યએ ગુજરાતમાં ઉપલબ્ધ અસંખ્ય બિઝનેસની તકો વિશે વિસ્તૃત રજૂઆત કરી હતી.રોડ શો દરમિયાન,યોટ્ટા ડેટા સર્વિસ પ્રા.લિ.ના સહ-સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુનીલ ગુપ્તા, હિંદુસ્તાન કોકા-કોલાના ચીફ પબ્લિક અફેર્સ,કોમ્યુનિકેશન એન્ડ સસ્ટેનેબિલિટી ઓફિસર હિમાંશુ પ્રિયદર્શી અને વેદાંતા ડિસ્પ્લેય્ઝના ચેરમેન, પોલિસી એન્ડ સ્ટ્રેટેજી, સુનીલ દુગ્ગલે પણ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.રૂપા એન્ડ કંપનીના પ્રેસિડેન્ટ,નિયો મેટાલિક્સ લિમિટેડના ડિરેક્ટર અને એસોચેમ (ASSOCHAM) ઈસ્ટર્ન રિજનના ભૂતપૂર્વ પ્રમુખ રવિ અગ્રવાલ દ્વારા આભારવિધિ સાથે આ રોડ શોનું સમાપન થયું હતું.

આ  પણ  વાંચો-આનંદીબેન પટેલને હાજર થવાનું સમન્સ મોકલવું ભારે પડ્યું , જાણો SDM સામે શું થઇ કાર્યવાહી

Tags :
Advertisement

.