VGGS-2024 : આજે PM મોદીના હસ્તે ઉદઘાટન, જાણો કાર્યક્રમ, સુવિધા, ભોજન સહિતની તમામ માહિતી
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આજથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ -2024 (10મી આવૃત્તિ) (Vibrant Gujarat Summit 2024) ની શરૂઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે વાઇબ્રાન્ટ ગુજરાત શિખર સમિટનું ઉદઘાટન કરશે. આ સમિટ 12 જાન્યુઆરી સુધી ચાલશે. આ વર્ષે વાઇબ્રન્ટ સમિટની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' (Gateway to the Future) રાખવામાં આવી છે.
જણાવ દઈએ કે, ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં યોજાઈ રહેલી આ વાઇબ્રન્ટ સમિટમાં (VGGS-2024) દેશ-વિદેશથી મોટી સંખ્યામાં નેતાઓ અને પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. જ્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર VVIP મહેમાનોનો જમાવડો જોવા મળશે. તેઓ મોટા બિઝનેસમેન વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેશે. માહિતી અનુસાર, સમિટમાં હરિયાણા CM મનોહર ખટ્ટર, મધ્યપ્રદેશ CM મોહન યાદવ, કેન્દ્રીય મિનિસ્ટર મહેન્દ્રનાથ પાંડે, તિરુપુરાના ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર ચામાકા સહિતના નેતાઓ પણ અમદાવાદ આવશે.
આ સમિટમાં 34 દેશ અને 16 સંગઠન ભાગ લઈ રહ્યા છે. ત્યારે આજે સવારે અંદાજે 9.45 વાગ્યે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. ગઈકાલે પીએમ મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 (Vibrant Gujarat Global Trade Show 2024) નું ઉદઘાટન પણ કર્યું હતું. જે એક પ્રદર્શની છે. આ શો તારીખ 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે અને તારીખ 12 અને 13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
Vibrant Gujarat 2024: ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન, 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે #GlobalTradeShow #VibrantGujarat2024 #IndiaUAERelations #UnitedArabEmirates #IndiaUAETies #GujaratSummit #PMModi #UAEPresident #MohamedbinZayedAlNahyan #GujaratFirst… pic.twitter.com/szR7TCEQW7
— Gujarat First (@GujaratFirst) January 9, 2024
PM Modi અને UAE ના રાષ્ટ્રપતિનો રોડ શો
આ સાથે પીએમ મોદીએ ગઈકાલે સાંજે UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Mohammed bin Zayed Al Nahyan) સાથે ભવ્ય રોડ શો કર્યો હતો. આ રોડ શો થકી ભારત અને યુએઈ વચ્ચે અદભૂત દોસ્તીની તસવીર નજરે આવી હતી. પીએમ મોદી અને UAE ના રાષ્ટ્રપતિને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. રોડ શો પહેલા અમદાવાદ એરપોર્ટ પર મોહમ્મદ બિન ઝાયેદનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Vibrant Gujarat 2024: અમદાવાદમાં PM નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો ભવ્ય રોડ શો#PMModiRoadshow #VGGS2024 #vibrantgujaratsummit2024 #vibrantgujarat #vibrantgujaratglobalsummit #gujaratfirst @MohamedBinZayed @sanghaviharsh @HMOIndia @PMOIndia… pic.twitter.com/nqHtMYyk2s
— Gujarat First (@GujaratFirst) January 9, 2024
અલગ- અલગ વિષય પર સેમિનાર
આજે વાઇબ્રન્ટ સમિટ (VGGS-2024) દરમિયાન વિવિધ વિષય પર સેમિનાર યોજાશે, જેમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ અને MRO ઓપોર્ચ્યુનિટી, ધોલેરા સ્માર્ટ સિટી ફોર બિઝનેસ, 2047ના વિકસિત ભારતમાં ગુજરાતનો ફાળો સહિતના વિષય સામેલ છે.
સુવિધાઓથી સજ્જ વાઇબ્રન્ટ
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાઇબ્રન્ટ સમિટને અનેક સુવિધાઓથી સજ્જ કરાઈ છે. માહિતી મુજબ, વિશેષ સંવાદ માટે બે સ્ટુડિયો, 34 દેશો માટે લાઉન્જ, B2G અને B2B મીટિંગ માટે લાઉન્જ, 50 સેમિનારો માટે કુલ 12 સેમિનાર હોલ અને 4 કાયમી અને 8 કામચલાઉ સેમિનાર હોલ ઊભા કરાયાં છે.
મહેમાનોને પીરસાશે વિશેષ ભોજન
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ -2024 માં (VGGS-2024) મહેમાનોને ભારતીય અને ગુજરાતી વાનગીની થીમ આધારિત ભોજન પીરસાશે. માહિતી મુજબ, તમામ મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે, જેમાં વિવિધ પ્રકારના ધાન અને અલગ-અલગ વાનગીઓનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે મહેમાનોને ગુજરાતની કાઠીયાવાડી વાનગીઓ પણ પીરસવામાં આવશે. PM મોદી સહિત અલગ-અલગ દેશના વડાઓને વિશેષ ભોજન પીરસવામાં આવશે. ઉપરાંત, ખાનગી કંપનીઓના CEO ને પણ વિશેષ ભોજન પીરસવામાં આવશે.
Vibrant Gujarat 2024: વાઇબ્રન્ટ માટે આવનારા મહેમાનોને પીરસાશે વિશેષ ભોજન #Food #LeelaHotel #Gandhinagar #MahatmaMandir #VibrantGujarat2024 #VGGS2024 #PMModi #VibrantGujaratSummit #gujaratfirst pic.twitter.com/pNncJCYeXu
— Gujarat First (@GujaratFirst) January 9, 2024
આજના કાર્યક્રમો :
> અમદાવાદ એરપોર્ટ પર સવારે 7 વાગ્યાથી મહેમાનોનું આગમન
> સવારે 9.10 કલાકે PM મોદી રાજભવનથી મહાત્મા મંદિર જવા નીકળશે
> 9.15એ PM મોદી પહોંચશે મહાત્મા મંદિર
> 9.15થી 9.35 વાગ્યા સુધી ગ્રૂપ ફોટોગ્રાફી
> 9.40થી 12.15 કલાક સુધી વાઇબ્રન્ટ ગ્લોબલ સમીટનું ઉદ્ઘાટન
> 12.15થી 1.40 સુધી બપોરનું ભોજન
> 1.40થી 2.20 સુધી ચેક રિપબ્લિકના PM સાથે દ્વિપક્ષીય ચર્ચા
> 2.30થી 2.45 સુધી ગ્લોબલ કંપનીઓના CEO સાથે મિટિંગ
> 2.45થી 4.45 સુધી મહાત્મા મંદિર ખાતે રિઝર્વ સમય
> 4.50 કલાકે મહાત્મા મંદિરથી ગિફ્ટ સીટી જવા રવાના
> 5.15થી 6.45 સુધી ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં PM મોદી રહેશે હાજર
> સાંજે 7 કલાકે ગિફ્ટ સીટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના
> સાંજે 7.15 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના
આ પણ વાંચો - Vibrant Gujarat :ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરશે ભારત! ‘વાઈબ્રન્ટ ગુજરાત’માં બન્યો પ્લાન