Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vejalpur : યુવાનોને આગળ વધારવા પ્રથમવખત 'વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ', CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદઘાટન

યુવાનોને આગળ વધારવા માટે વેજલપુરના (Vejalpur) ધારાસભ્ય અમિત ઠાકર (Amit Thakar) દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમના દ્વારા YMCA ખાતે 'વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ' કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પણ હાજરી આપી હતી અને...
vejalpur   યુવાનોને આગળ વધારવા પ્રથમવખત  વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ   cm ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદઘાટન

યુવાનોને આગળ વધારવા માટે વેજલપુરના (Vejalpur) ધારાસભ્ય અમિત ઠાકર (Amit Thakar) દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમના દ્વારા YMCA ખાતે 'વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ' કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પણ હાજરી આપી હતી અને વેજલપુર મતવિસ્તારમાં યુવાનો માટે થઈ રહેલી કામગીરીની શરૂઆત કરી હતી.

Advertisement

YMCA 'વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ' કાર્યક્રમ યોજાયો

વેજલપુરના (Vejalpur) ધારાસભ્ય અમિત ઠાકર (Amit Thakar) દ્વારા યુવાનોને આગળ વધારવા માટે વિધાનસભા સ્તર પર આયોજિત થતો હોય તેવા પ્રથમ કાર્યક્રમ 'વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ'નું (Vejalpur Startup Festival) આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ YMCA ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હાજરી આપી હતી અને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. દરમિયાન, સીએમ મતવિસ્તારમાં યુવાનો માટે થઈ રહેલી કામગીરીની શરૂઆત પણ કરી હતી. આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ અને તેને લગતા વિષયો પર ચર્ચા કરાશે. માહિતી મુજબ, આ કાર્યક્રમ દરમિયાન સફળ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઊભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપવામાં આવશે.

Advertisement

YMCA ખાતે 'વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ' કાર્યક્રમ યોજાયો

આ સ્ટાર્ટઅપમાંથી 250 ને અમે સર્ટિફિકેટ આપીશું : અમિત ઠાકર

ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયૂન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદના વેજલપુરમાં (Vejalpur) યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે, આવનારા 25 વર્ષ એ સ્ટાર્ટઅપના હશે. એવો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, લોકલ વિસ્તારમાં સ્ટાર્ટઅપની મુહિમ પહોંચે, સ્થાનિક યુવાનો પોતાના આઈડિયા માટે રોકાણ મેળવે, સ્થાનિક મેન્ટર તેમને ગાઇડ કરે અને યુવાન રોજગાર આપતો થાય તેવા હેતુ અને આશાવાદ સાથે આજે MCA ખાતે 'વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી. તેમણે વધુમાં જણાવ્યું કે, આખા દિવસ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ દ્વારા વેજલપુરના યુવાનોને માર્ગદર્શન અપાશે. આ કાર્યક્રમમાં લગભગ 1 હજાર સ્ટાર્ટઅપ એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ સ્ટાર્ટઅપમાંથી 250 ને અમે સર્ટિફિકેટ આપીશું.

Advertisement

આ પણ વાંચો - Junagadh ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

Tags :
Advertisement

.