Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vapi : રેલવે સ્ટેશન પર સર્જાયો ગોઝારો અક્સમાત, પૂરપાટ આવતી ટ્રેનની અડફેટે કિશોરી સહિત 2 નાં મોત

વાપી (Vapi) રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેનની અડફેટે આવતા એક કિશોરી સહિત 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હોવાની માહિતી છે. વાપી રેલવે સ્ટેશનના (Vapi railway station) પ્લેટફોર્મ નંબર એક પર સર્જાયેલ આ...
04:16 PM May 27, 2024 IST | Vipul Sen

વાપી (Vapi) રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેનની અડફેટે આવતા એક કિશોરી સહિત 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હોવાની માહિતી છે. વાપી રેલવે સ્ટેશનના (Vapi railway station) પ્લેટફોર્મ નંબર એક પર સર્જાયેલ આ અકસ્માતને પગલે મુસાફરોમાં દોડધામ મચી જવા પામી હતી. રેલવે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

પ્લેટફોર્મ નંબર 1 પર અકસ્માત થતા દોડધામ

વાપી રેલવે સ્ટેશન પરથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, વાપી (Vapi) રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવેલી નિંગમપલ્લી ઇન્દોર સુપર એક્સપ્રેસ ટ્રેનની (Ningampally Indore Super Express train) અડફેટે આવતા એક કિશોરી સહિત કુલ 2 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોવાની માહિતી છે. ઘટનાને પગલે રેલવે સ્ટેશન પર લોકોમાં દોડધામ મચી હતી અને બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી હતી.

1 કિશોરી, 1 યુવકનું મોત, મહિલા ઇજાગ્રસ્ત

આ બનાવ બાદ સ્થાનિક રેલવે પોલીસનો (Vapi Railway Police) કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે અને ઇજાગ્રસ્તનો સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, ઝાંસી બાંદ્રા ટ્રેનમાંથી (Jhansi Bandra train) ઉતરેલા યાત્રીઓ આ ટ્રેનની અડફેટે આવ્યા હતા. આ બનાવમાં 1 કિશોરી અને 1 યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જો કે, મૃતકોની ઓળખ હાલ સામે આવી નથી. બનાવ કેવી રીતે બન્યો તે સહિતની વિગતો મેળવવા માટે રેલવે પોલીસે (Vapi Railway Police) આગળની તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Surat: બિહારમાં સોનાની લૂંટ કરનારા બે આરોપીને પલસાણા પોલીસે ઝડપ્યા

આ પણ વાંચો - Rajkot :અગ્નિકાંડમાં સરકારના એક્શન અંગે હર્ષ સંઘવીનું નિવેદન

આ પણ વાંચો - VADODARA : પાછલા દરવાજેથી દિયરે પ્રવેશી ભાભી સામે ખોટી માંગ મુકી, પતિએ કહ્યું. “શું પ્રુફ છે ?”

Tags :
Gujarat FirstGujarati NewsJhansi Bandra trainlocal railway policeNingampally Indore Super Express trainplatform numberValsadVapi Railway PoliceVapi railway station
Next Article