Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad controversy : હનુમાન જયંતીની ઉજવણીની પત્રિકાથી વિવાદ, એકની ધરપકડ

Valsad controversy : વલસાડમાં હનુમાન જયંતીની (Hanuman Jayanti) ઉજવણીની પત્રિકા વિવાદમાં આવી છે. અન્ય ધર્મનાં સ્થળ પર હનુમાન જયંતીની ઉજવણી માટે છપાયેલી પત્રિકામાં વિવાદિત લખાણથી વિવાદ સર્જાયો છે. પત્રિકામાં અપમાનજનક ટિપ્પણી મામલે હિંદુ સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે...
valsad controversy   હનુમાન જયંતીની ઉજવણીની પત્રિકાથી વિવાદ  એકની ધરપકડ

Valsad controversy : વલસાડમાં હનુમાન જયંતીની (Hanuman Jayanti) ઉજવણીની પત્રિકા વિવાદમાં આવી છે. અન્ય ધર્મનાં સ્થળ પર હનુમાન જયંતીની ઉજવણી માટે છપાયેલી પત્રિકામાં વિવાદિત લખાણથી વિવાદ સર્જાયો છે. પત્રિકામાં અપમાનજનક ટિપ્પણી મામલે હિંદુ સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. આ મામલાની ગંભીરતા જોઈ પોલીસે (Valsad Police) તપાસ આદરી એક શખ્સની ધરપકડ કરી છે.

Advertisement

વલસાડ જિલ્લાનાં રાબડાનાં સરકાર હજરત જોરાવીર પીરબાબા દરગાહ (Hazrat Joravir Peerbaba Dargah) દ્વારા હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે છપાવેલી પત્રિકાએ વિવાદ સર્જ્યો છે. હિન્દુ ધર્મમાં આસ્થા સમાન ભગવાન હનુમાનજી મહારાજની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે છપાવેલી પત્રિકામાં ભગવાન હનુમાનજી વિશે વિવાદિત લખાણ લખાયું હોવાથી હિન્દુ સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, દરગાહમાં હનુમાન જયંતીની (Hanuman Jayanti) ઉજવણી કરવાનું આયોજન કરાયું છે અને આ કાર્યક્રમમાં લોકોને હાજરી આપવા માટે પત્રિકા છપાવીને આમંત્રિત કરાયા છે. જો કે, આ પત્રિકામાં હનુમાનજી વિશે અપમાનજનક લખાણ લખાતા હિંદુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવા માગ

આ મામલે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન (Valsad Police) પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. મામલાની ગંભીરતા સમજીને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી અને પત્રિકા છપાવનાર કેતન બાપુ નામની વ્યક્તિની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. મહત્ત્વપૂર્ણ છે કે ચેતન બાપુ નામની આ વ્યક્તિ હિન્દુ છે. પરંતુ, રાબડામાં છેલ્લા કેટલાક સમયથી સરકાર હઝરતે જોરાવર પીરબાબા નામની દરગાહ ચલાવે છે. આ દરગાહમાં હનુમાન જયંતીની ઉજવણીનું આયોજન કરાયું છે, જેમાં લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જો કે, હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે આ ચેતન બાપુએ છપાવેલી પત્રિકાને કારણે સમગ્ર હિન્દુ સમાજ રોષે ભરાયો છે. આથી, હિન્દુઓની આસ્થા સમાન હનુમાનજી મહારાજ વિશે વિવાદિત ટિપ્પણી (Valsad controversy) કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવનાર કથિત ચેતન બાપુ વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની હિન્દુ સંગઠનોએ માગ કરી છે. પોલીસે પણ હવે આ મામલાને ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : હનુમાન જયંતિ પર શોભાયાત્રાને લઇ પોલીસનું જાહેરનામું – વાંચો વિગતવાર

Advertisement

આ પણ વાંચો - Vapi : ભાજપના નેતાને ત્યાં AAP ના નેતાઓએ રચ્યું ધાડનું ષડયંત્ર

આ પણ વાંચો - Chaitra Purnima 2024 : ચોટીલામાં માઈભક્તોનું ઘોડાપુર, કાળઝાળ ગરમીમાં પગયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ

Tags :
Advertisement

.