Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad : દેડકા, ગરોળી બાદ હવે સિઝલરમાંથી 'વંદો' નીકળ્યો! ગ્રાહકે Video બનાવી કર્યો દાવો

રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં બેદરકારીએ તો જાણે હવે તમામ હદ વટાવી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે એક બાદ એક ખાદ્યપદાર્થોમાંથી જીવ-જંતુ મળી આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. પહેલા દેડકો, ગરોળી (lizards) બાદ હવે ખાદ્ય પદાર્થમાંથી વંદો નીકળ્યો હોવાની...
valsad   દેડકા  ગરોળી બાદ હવે સિઝલરમાંથી  વંદો  નીકળ્યો  ગ્રાહકે video બનાવી કર્યો દાવો

રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં બેદરકારીએ તો જાણે હવે તમામ હદ વટાવી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે એક બાદ એક ખાદ્યપદાર્થોમાંથી જીવ-જંતુ મળી આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. પહેલા દેડકો, ગરોળી (lizards) બાદ હવે ખાદ્ય પદાર્થમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. વલસાડમાં (Valsad) સીઝલરમાંથી વંદો (Cockroach) નીકળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

ગ્રાહકે સિઝલરમાંથી વંદો નીકળ્યો હોવાનો દાવો કર્યો

સિઝલરમાંથી વંદો નીકળ્યા હોવાનો દાવો

પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ (Valsad) શહેરમાં અબ્રામામાં આવેલ કોફી કલ્ચર કેફેમાં (Coffee Culture Cafe) એક ગ્રાહકે સિઝલરમાંથી વંદો નીકળ્યો હોવાનો દાવો કર્યો છે. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. દાવા અનુસાર, ગ્રાહકે કોફી કલ્ચરમાં જઈ સિઝલરનો (Sizzler) ઓર્ડર કર્યો હતો. પરંતુ, સિઝલર ખાતા સમયે ગ્રાહકનું ધ્યાન ગયું અને સિઝલરમાં વંદો (Cockroach) હોવાની જાણ થઈ. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો હતો.

Advertisement

વલસાડના અબ્રામાના કોફી કલ્ચરની ઘટના

દેડકો, ગરોળી બાદ હવે ખાદ્યપદાર્થોમાંથી વંદો નીકળતા ચકચાર

આ મામલે ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને (Food and Drug Department) જાણ કરી હતી. જો કે, હવે વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે ? તે જોવાનું રહેશે. પરંતુ, નોંધનીય છે કે છેલ્લા અમુક દિવસથી રાજ્યમાં વિવિધ સ્થળે ખાદ્ય પદાર્થોમાંથી જીવ-જંતું નીકળતા હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અગાઉ વેફરનાં પેકેટમાંથી ફ્રાય દેડકો, અથાણા અને નમકીનમાંથી ગરોળી નીકળ્યા હોવાના બનાવો આપણી સમક્ષ આવી ચૂક્યા છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : ચીઝનાં શોખીનો… ખાતા પહેલા ચેતી જજો! શખ્સે કર્યો આ મોટો દાવો

આ પણ વાંચો - Aravalli : અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં નમકીનમાંથી ગરોળી નીકળી!

આ પણ વાંચો - VADODARA : હાથીખાનામાંથી ખરીદેલો તેલનો ડબ્બો ડુપ્લીકેટ હોવાનો આરોપ

Tags :
Advertisement

.