Vadtal Lake News: તંત્રની વધુ એક ઘોર બેદરકારી, હરણી લેક બાદ ખેડા જિલ્લાના તળાવમાં વિદ્યાર્થીઓ ડૂબ્યા
Vadtal Lake News: વડોદરા (Vadodara) માં બનેલી ઘટના બાદ પણ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી (Students) ની સુરક્ષામાં બેદરકારી સામે આવી રહી છે. આપણે સૌ જાણીયે છીએ કે હરણી લેક (Harni Lake)માં નાના ભૂલકાં સાથે કેવી હ્રદય કંપાવી નાખે તેવી ઘટના બની હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ શૈક્ષિણક શાખાઓનું નિરક્ષણ કરી વિદ્યાર્થી (Students) ઓ માટે સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી.
- વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં 3 વિદ્યાર્થીઓ ડૂબ્યા
- કોલેજના 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ તળાવની મુલાકાતે આવ્યા હતા
- તમામ વિદ્યાર્થીઓ વિધાનગર ની એમ.વી.પટેલ કોલેજના હતા
કોલેજના 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ તળાવની મુલાકાતે આવ્યા હતા
ત્યારે ગુજરાત (Gujarat) રાજ્યના ખેડા (Kheda) જિલ્લામાં આવેલા નડિયાદ તાલુકાના વડતાલ ગામમાં 3 વિદ્યાર્થીઓ સાથે આકસ્મિક ઘટના બની છે. જોકે વડતાલ ગામમાં આવેલા ગોમતી તળાવમાં આશરે 12 વિદ્યાર્થીઓ તળાવની મુલાકાત કરી હતી. આ તમામ વિદ્યાર્થીઓ વિધાનગરની એમ.વી. પટેલ કોલેજમાં ભણતા હતા.
વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં 3 વિદ્યાર્થીઓ ડૂબ્યા
ત્યારે તેમાના 5 વિદ્યાર્થી (Students) ઓ ગોમતી તળાવમાં નાહવા લાગ્યા હતા. ત્યારે તેમના 5 વિદ્યાર્થી (Students) ઓનો પગ લપસતા તળાવમાં ડૂબ્યા હતા. જોકે તાત્કાલિક 5 વિદ્યાર્થીઓ (Students) માંથી 2 વિદ્યાર્થીઓનો સુરક્ષિત રીતે બચાવ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ તેમાના 3 વિદ્યાર્થી (Students) ઓનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. જોકે આ 3 વિદ્યાર્થીઓના મૃતદેહને કરમસદ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Padra : તાડી પ્રકરણમાં હત્યા બાદ પણ દારૂના ધંધા ચાલુ, SMC ની રેડ
આ પણ વાંચો: Mehsana : વિસનગરની અનોખી ખાસડા હોળી, વાંચો અહેવાલ
આ પણ વાંચો: SURAT : ઓલપાડના સરસ ગામે હોળી પર્વે સળગતા અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત