Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રોડ ક્રોસ કરતો યુવક કારની અડફેટે આવતા હાલત ગંભીર

VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી વિસ્તારમાં આવેલા રામ નગર પાસે હીટ એન્ડ રન (HIT AND RUN) ની ઘટના સામે આવી છે. આ ઘટનામાં તરસાલીના સાંઇરામ યુવક મંડળ દ્વારા ગણેશજીના પુજા પાઠ કરીને ટ્રોલી લઇ જવામાં આવી હતી. દરમિયાન પરત...
06:01 PM Jun 24, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી વિસ્તારમાં આવેલા રામ નગર પાસે હીટ એન્ડ રન (HIT AND RUN) ની ઘટના સામે આવી છે. આ ઘટનામાં તરસાલીના સાંઇરામ યુવક મંડળ દ્વારા ગણેશજીના પુજા પાઠ કરીને ટ્રોલી લઇ જવામાં આવી હતી. દરમિયાન પરત આવ્યા બાદ મંડળનો યુવક સામેની તરફ પાણી લેવા ગયો હતો. ત્યાં પાછળથી આવતી કારે તેને અડફેટે લીધો હતો. જ્યાં યુવકને અતિગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ યુવક વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

વડોદરાના તરસાલી વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવવા પામી છે. જેમાં રોડની સામેની સાઇડ પાણી લેવા જઇ રહેલા યુવકને કારની ટક્કર લાગી હતી. આટલેથી ચાલક નહી અટકતા કાર યુવક પર ફરી વળી હોવાનું સીસીટીવી માં સામે આવ્યું હતું. હાલ, યુવક અતિગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

યુવક ઢસડાઇને પડ્યો

સમગ્ર ઘટનાક્રમ અંગે ગણેશ મંડળ અગ્રણી સંકેત ચૌહાણ મીડિયાને જણાવે છે કે, અમારૂ મહાદેવ ગૃપ સંચાલિત સાંઇરામ યુવક મંડળ છે. કાલે અમારૂ ગણપતિ દાદાનું પાઠ-પુજન હતું. ટ્રોલી અમે માંજલપુર મુકવા ગયા હતા. તે મુકીને અમે તરસાલી પેટ્રોલ પંપ પાસે નિજ મંદિરે પરત ફર્યા હતા. ત્યાંથી યુવક સામેની સાઇડ પાણી લેવા માટે ગયો હતો. તેવામાં કાર ઝડપથી આવી, અને તેને ઢસડીને લઇ ગઇ, અમે બધા ટ્રોલી મુકીને આવ્યા બાદ અંદર જમતા હતા. જમીને બહાર નિકળ્યા તો જોયું તો યુવક ઢસડાઇને પડ્યો હતો. અમે ગંભીર ઇજાગ્રસ્ત યુવકને સીધા 108 મારફતે એસએસજી હોસ્પિટલ લઇને આવ્યા હતા.

આખી ગાડી ચઢાવી દેવામાં આવી

વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ તેની પરિસ્થિતી એવી છે કે, તેને ન્યુરો સર્જીકલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે. તેની સ્થિતી ક્રિટીકલ છે. તબિબો દ્વારા બનતી કોશિષ કરવામાં આવી રહી છે. યુવકનું નામ વિનય રોહિત (ઉં 19) છે. તે આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. ગાડી છોકરાને ઢસડી જાય છે તેવું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. બમ્પર પણ આવ્યું છતાં કારે બ્રેક મારી ન્હતી. યુવક પર આખી ગાડી ચઢાવી દેવામાં આવી છે. હવે મકરપુરા પોલીસ મથકમાં જઇશું. વડોદરામાં હીટ એન્ટ રનના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા તત્વોના લાયસન્સ રદ્દ કરીને કાર્યવાહી કરવી જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : BJP કોર્પોરેટરના ભાઇને ધમકી, “રૂ. 1 કરોડ તૈયાર રખના, નહી તો….”

Tags :
AccidentboycarconditioncriticalHospitalizedunderVadodarayoung
Next Article