Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : દુષ્કર્મના આરોપી સ્વામીને પકડવા પોલીસના વડતાલમાં ધામા

VADODARA : તાજેતરમાં વડોદરાના વડતાલ સ્વામીનારાયણ મંદિરના (VADTAL SWAMINARAYAN MANDIR) તાબા હેઠળ આવતા વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે વર્ષ 2016 માં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં તેની...
07:32 AM Jun 12, 2024 IST | PARTH PANDYA

VADODARA : તાજેતરમાં વડોદરાના વડતાલ સ્વામીનારાયણ મંદિરના (VADTAL SWAMINARAYAN MANDIR) તાબા હેઠળ આવતા વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે વર્ષ 2016 માં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં તેની જોડે ગંદી ઓનલાઇન માંગણીઓ કરવામાં આવી હોવાનું યુવતિએ મીડિયાને જણાવ્યું હતું. તાજેતરમાં યુવતિએ હિંમદભેર સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદથી દુષ્કર્મનો આરોપી સ્વામી ફરાર છે. તેની શોધખોળ કરતા વાડી પોલીસ વડતાલ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ પીડિતાની તબિયત નાદુરસ્ત હોવાથી તેનું કોર્ટ સમક્ષ નિવેદન હજી સુધી લઇ શકાયું નથી.

જગત પાવન સ્વામી

હિંમત એકત્ર કરી ફરિયાદ

વડોદરાના વાડી સ્થિત, વડતાલ સ્વામીનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જે પી સ્વામીએ મંદિરે દર્શન માટે આવતા એક પરિવારની સગીર દિકરી સાથે પરિચય કેળવ્યો હતો. તેમણે દિકરીને વર્ષ 2016 માં મંદિરના નીચેના રૂમમાં ગિફ્ટ આપવાના બહાને બોલાવીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરા જોડે ગંદી ઓનલાઇન માંગણીઓ કરવામાં આવી હતી. આખરે આ મામલે તાજેતરમાં સગીરાએ હિંમત એકત્ર કરીને વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ વાડી પોલીસ મથકમાં જગત પાવન દાસ સ્વામી સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોઇ પત્તો મળી શક્યો નથી

ત્યાર બાદથી દુષ્કર્મનો આરોપી જગત પાવન સ્વામી ફરાર છે. એસીપી દ્વારા આ મામલે વિવિધ ટીમો બનાવીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલમાં વાડી પોલીસની ટીમ વડતાલ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ દુષ્કર્મના આરોપી સ્વામીનો કોઇ પત્તો મળી શક્યો નથી.

લઇ શકાયું નથી

દરમિયાન દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાનું સીઆરપીસી 164 હેઠળ કોર્ટ સમક્ષ નિવેદન લેવાનાર હતું. પરંતુ તેની નાદુરસ્ત તબિયતના કારણે હજીસુધી તે લઇ શકાયું નથી. ટુંકા ગાળામાં આ પ્રક્રિયા પૂર્ણ થાય તેવું સુત્રો જણાવી રહ્યો છે. આ મામલે પીડિતાના માતા-પિતાનું નિવેદન પોલીસે લીધુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- Rajkot: મોરારિ બાપુએ સ્વામિનારાયણના સંતોને ઝાટકી નાખ્યા, કહ્યું કે – આ બધુ અજાણતા નહીં પરંતુ…

Tags :
accusedcaughtjagatpavanpoliceRapereachswamitoVadodaraVadtalwadi
Next Article