Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : VUDA નો રીજીયોનલ ફાયર ઓફિસર મોટી લાંચ લેતા ઝડપાયો

VADODARA : વડોદરાના વુડા કચેરીમાં ફરજ બજાવતા રીજીયોનલ ફાયર ઓફિસર (VADODARA URBAN DEVELOPMENT AUTHORITY - VUDA) મોટી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો અનુસાર, ગોધરામાં નવી બિલ્ડીંગની ફાયર એનઓસી મેળવવા માટે લાંચ માંગી હતી. જો કે, જાગૃત...
vadodara   vuda નો રીજીયોનલ ફાયર ઓફિસર મોટી લાંચ લેતા ઝડપાયો

VADODARA : વડોદરાના વુડા કચેરીમાં ફરજ બજાવતા રીજીયોનલ ફાયર ઓફિસર (VADODARA URBAN DEVELOPMENT AUTHORITY - VUDA) મોટી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો અનુસાર, ગોધરામાં નવી બિલ્ડીંગની ફાયર એનઓસી મેળવવા માટે લાંચ માંગી હતી. જો કે, જાગૃત નાગરિક લાંચ આપવા નહિ માંગતા હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો, (ANTI CORRUPTION BUREAU) નો  સંપર્ક કર્યો હતો. જે બાદ આજે કચેરીમાં છટકું ગોઠવવામાંં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં ટીમને સફળતા મળી હતી.

Advertisement

ફાયર એનઓસી માટે લાંચ

વડોદરાની વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા તેમના સત્તામંડળમાં આવતા બાંધકામને મંજૂરી આપવા સહિતના મહત્વના કાર્યો કરવામાં આવે છે. અહિંયા કાર્યરત કાયમી સરકારી અધિકારીઓ ઉંચા પગાર લેતા હોય છે. છતાં તેમનું ધ્યાન લાંચ માંગવા તરફ રહેતું હોય છે. વડોદરાની વુડા કચેરીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વુડા કચેરીમાં રીજીયોનલ ફાયર ઓફિસર (વર્ગ - 1), સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ તરીકે એન. બી. પટેલ ફરજ બજાવતા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, તેમણે ગોધરામાં નવી બિલ્ડીંગની ફાયર એનઓસી માટે માલિક પાસેથી આશરે રૂ. 3.50 લાખથી વધુની લાંચ માંગી હતી.

મોઢું છુપાવતો નજરે પડ્યો

જાગૃત નાગરિક લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. જે બાદ છટકું ગોઠવવામાં આવ્યું હતું. વુડા કચેરીમાં લાંચિયાને રંગેહાથ પકડી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. સુત્રો ઉમેરી રહ્યા છે કે, લાંચિયા અધિકારીએ રૂ. 3.50 લાખની લાંચ માંગી હતી. જેની સામે રૂ. 2 લાખથી વધુની લાંચ લેતા આજે ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબીની છટકામાં ઝડપાયા બાદ લાંચિયો અધિકારી મોઢું છુપાવતો નજરે પડતો હતો. વડોદરા એસીબી લાંચિયા સામે વધુ કાર્યવાહી હાથ ધરનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --  VADODARA : મતદાનકર્મીઓનો સાથ આપશે “વેલ્ફેર કિટ”

Advertisement
Tags :
Advertisement

.