Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બરોડા મેડિકલ કોલેજ પહોંચ્યું મતદાર જાગૃતિ અભિયાન

VADODARA : લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે, ત્યારે વડોદરાના યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશ્યથી જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર બીજલ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા તથા શહેરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે....
vadodara   બરોડા મેડિકલ કોલેજ પહોંચ્યું મતદાર જાગૃતિ અભિયાન

VADODARA : લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે, ત્યારે વડોદરાના યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશ્યથી જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર બીજલ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા તથા શહેરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. SVEEP અંતર્ગત બરોડા મેડિકલ કોલેજના હોલમાં મારો મત મારો અધિકાર અને મારું સ્વાસ્થ્ય મારો અધિકાર ની થીમ સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા

આવતીકાલ તા.૭ એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિન છે.વિશ્વ આરોગ્ય દિવસની આ વર્ષે મારું સ્વાસ્થ્ય મારો અધિકાર ની થીમ સાથે ઉજવણી કરવામાં આવનાર છે.આગામી તા.૭ મે ના રોજ વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે,ત્યારે વિશ્વ આરોગ્ય દિવસની સાથે લોકશાહીના મહાઉત્સવમાં એકપણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

હરીફ ઉમેદવારો સાથે નોટાનો પણ વિકલ્પ

જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે જણાવ્યું હતું કે,ગત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ચાર બેઠકો પર ૬૦ ટકાથી ઓછું મતદાન નોંધાયું હતું.તેની સાપેક્ષે જિલ્લાની પાંચ બેઠકો પર ૭૦ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.એટલે કે શહેરી મતદારોમાં મતદાન અંગે ઉદાસીનતા જોવા મળે છે.લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણીમાં મતદાન કરવું એ આપણો અધિકાર અને નૈતિક ફરજ છે ત્યારે સૌએ મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. ચૂંટણીમાં હરીફ ઉમેદવારો સાથે નોટાનો પણ વિકલ્પ આપવામાં આવે છે.

Advertisement

અચૂક મતદાન કરે તે માટે પ્રેરિત કરો

જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ વિશ્વ આરોગ્ય દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારત સૌથી યુવાન દેશ છે.યુવાનોએ મતદાન કરી અન્ય મતદાતાઓને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. એસ.એસ.જીના આરોગ્ય અધિકારીઓ અને કર્મીઓને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓ અચૂક મતદાન કરે તે માટે પ્રેરિત કરવા જણાવ્યું હતું.

જાગૃતિ નાગરિક તરીકે પોતાની ફરજ બજાવે

તેમણે ઉમેર્યું કે યુવા મતદારો લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજે, મતદાતા તરીકેની ભૂમિકા સ્વીકારે, મતાધિકાર માટે પ્રોત્સાહિત થાય, શિક્ષિત થાય અને એક જાગૃતિ નાગરિક તરીકે પોતાની ફરજ બજાવે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

Advertisement

મતદાન સંબંધી તેમણે મુઝવતા પ્રશ્નો પુછાયા

આ કાર્યક્રમમાં યુવા મતદારોને મતદાન જાગૃતિ દર્શાવતી ટૂંકી ફિલ્મો બતાવવામાં આવી હતી. યુવા મતદારો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ મતદાન જાગૃતિ અંગે પ્રશ્નોતરી અને સંવાદ કરી મતદાન સંબંધી તેમણે મુઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ટીમ હાજર રહી

આ કાર્યક્રમમાં સ્વિપના કો ઓર્ડીનેટર અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોષી,એસ.એસ.જી હોસ્પિટલના ડો.રંજન ઐયર,મેડિકલ કોલેજના ડીન આશિષ ગોપલે, ડો.જીવરાજ ડામોર, એસ.એસ.જી. હોસ્પિટલ,મેડિકલ કોલેજ સ્ટાફ, કોલેજ અને નર્સિંગના,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો --  VADODARA : વેકેશનની શરૂઆતમાં પાલિકાની ટીમનું ફૂડ ચેકીંગ ડ્રાઇવ

Tags :
Advertisement

.