VADODARA : ડિઝલ ચોરી સામે રૂ. 50 હજારનો દંડ
VADODARA : વડોદરામાં પાલિકા (VADODARA VMC) દ્વારા વ્હિકલ પુલમાં (VEHICLE POOL) રખડતા પશુ પકડવાની કામગીરી સમયે ઉપયોગમાં લેવાતા વાહનોમાંથી ડિઝલ ચોરીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA VIRAL) ભારે વાયરલ થવા પામ્યો હતો. જેને લઇને તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ વાયરલ વિડીયોમાં દેખાતા કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો
વડોદરા મહાનગર પાલિકાના વિવિધ કામોમાં વાહનોને વ્હિકલ પુલ ખાતે રાખવામાં આવે છે. દરમિયાન રખડતા પશુ પકડવાની કામગીરીમાં ઉપયોગી વાહનમાંથી ડિઝલની ચોરી કરવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો. આ વાત સત્તાધીશો સુધી પહોંચતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર કંપની બાલાજી સિક્યોરીટીને રૂ. 50 હજારને દંડ ફટકાર્યો છે. સાથે જ વાયરલ વિડીયોમાં ડિઝલ ચોરી કરનાર શખ્સ ચિરાગ જેઠવાને પણ કાઢી મુકવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
તંત્રએ કમર કસવી જ રહી
તો બીજી તરફ પાલિકાના વાહનોમાંથી ડિઝલ ચોરી અટકાવવા માટે તંત્ર પાસે કોઇ ચોક્કસ ઉપાય નથી. જેના કારણે આ ઘટનાનું ભવિષ્યમાં પણ નિર્ણાણ થાય તો નવાઇ નહિ. તેવામાં ડિઝલ ચોરી અટકાવવા માટે તંત્ર કઇ દિશામાં આગળ વધે છે તે જોવું રહ્યું. સાથે જ વિડીયો વાયરલ થતા પાલિકા તંત્રના ધ્યાને વાત આવી હતી. સામાન્ય સંજોગોમાં પણ આ પ્રકારે ગફલેબાજી થતી હોય તો તેની ભાળ મેળવવા માટે પણ તંત્રએ કમર કસવી જ રહી.
અટકાવવા માટેનું કોઇ આયોજન નહિ
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા તંત્ર દ્વારા વિડીયો વાયરલ થયા બાદ કરવામાં આવેલી કાર્યવાહી સરાહનીય છે. પરંતુ આ પ્રકારના કિસ્સાઓ ભવિષ્યમાં અટકાવવા માટેનું કોઇ આયોજન ન હોવાના કારણે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ સ્થાન લીધું છે. હવે આ પ્રકારે ચોરી રોકવા માટે આગળ શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
આ પણ વાંચો -- VADODARA : મોટી સંખ્યામાં રોકડ પકડાતા ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું