Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગોરવા તળાવ સામે દુકાનોના દબાણનો સફાયો જારી

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં આવેલા તળાવ સામે હાઉસિંગના મકાનોમાં ગેરકાયદેસર દુકાનો ઉભી કરી દેવામાં આવી હતી. અને તેનું દબાણ છેક રોડ સુધી આવી ગયું હોવાની ફરિયાદ સ્થાનિક ધારાસભ્યને મળી હતી. જે અંગે અનેક વખત પાલિકાની સભામાં રજુઆત...
vadodara   ગોરવા તળાવ સામે દુકાનોના દબાણનો સફાયો જારી

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં આવેલા તળાવ સામે હાઉસિંગના મકાનોમાં ગેરકાયદેસર દુકાનો ઉભી કરી દેવામાં આવી હતી. અને તેનું દબાણ છેક રોડ સુધી આવી ગયું હોવાની ફરિયાદ સ્થાનિક ધારાસભ્યને મળી હતી. જે અંગે અનેક વખત પાલિકાની સભામાં રજુઆત બાદ આજે પાલિકાની ટીમ દ્વારા દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. જેને લઇને વિસ્તારના રહીશોની જુની માંગ પૂર્ણ થઇ છે. આ તકે વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા (BJP MLA KEYUR ROKADIA) ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ટીમ બુલ્ડોઝર લઇને પહોંચી

વડોદરાના ગોરવા વિસ્તારમાં હાઉસિંગની જગ્યાએ દુકાનોનું ગેરકાયદેસર દબાણ ઉભુ કરી દેવામાં આવ્યું હતું. જેને લઇને સ્થાનિકો તથા ત્યાંથી પસાર થતા લોકો મુશ્કેલીમાં મુકાતા હતા. આખરે આ અંગેની રજુઆત ધારાસભ્ય કેયુર રોકડિયા સુધી પહોંચતા પાલિકાની સભામાં તેમણે સતત રજુઆત કરી હતી. જેના ફળ સ્વરૂપે આજે પાલિકાની ટીમ બુલ્ડોઝર લઇને સ્થળ પર પહોંચી છે. અને દબાણોને સફાયો બોલાવવામાં આવ્યો છે.

Advertisement

કેટલાય વર્ષોથી આ હાલત છે

સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા જણાવે છે કે, છેલ્લા બે મહિનામાં સામાન્ય સભામાં ત્રણ વખત ગોરવા તળાવની સામે રોડ પરના દુકાનો દબાણોની ચર્ચા સામાન્ય સભામાં કરી હતી. દુકાનો છેક રોડ સુધી, તેની ઓરીજીનલ પ્રિમાઇસીસ ગોરવા હાઉસિંગ સુધી છે, જેને ખેંચીને બહાર લાવવામાં આવી છે. કેટલાય વર્ષોથી આ હાલત છે. છેલ્લા 6 મહિનામાં નવી બે દુકાનો રોડ નજીક ઉભી કરી દેવામાં આવી છે. આ દુકાનોથી ત્રસ્ત આસપાસના રહીશો, આ વિસ્તારમાંથી પસાર થતા નાગરિકો દ્વારા, કોર્પોરેટર તથા વિસ્તારના વોર્ડ પ્રમુખ અને મહામંત્રી દ્વારા અમને વારંવાર રજૂઆત આવતી હતી. જે અંગે મેં સામાન્ય સભામાં રજુઆત કરી છે. જે સંદર્ભે આજે કોર્પોરેશનની ટીમ આવી છે. અને દબાણો દુર કરવામાં આવી રહ્યા છે.

Advertisement

ચાર જેટલી દુકાનો દેખાય છે

પાલિકાના અધિકારી જણાવે છે કે, શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં ગોરવા તળાવ પાસે હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે. જેમાં કોમર્શિયલ દુકાનો ગેરકાયદેર દુકાનો બનાવવામાં આવી છે. તે સંદર્ભે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા પાલિકાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાંધકામ પરવાનગી વિભાગ, દબાણ શાખા, વિજ વિભાગે સાથે રહીને તેમની મદદમાં છે. અને દબાણ દુર કરવાની કામગીરી ચાલુ છે. ચાર જેટલી દુકાનો દેખાય છે. આ સમયે ગોરવા પોલીસ અને વિજ કંપનીનો સ્ટાફ પણ સાથે જ છે.

આ પણ વાંચો -- VADODARA : TMC MP યુસુફ પઠાણને “સબક શીખવો”, BJP MLA ની માંગ

Tags :
Advertisement

.