Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હનુમાનજીની દેરી તોડવા પહોંચેલી પાલિકાની ટીમનું ધાર્યું ન થયું

VADODARA : વડોદરા (VADODARA) ના રાણેશ્વર મંદિર ચાર રસ્તાથી ગોત્રી તરફ જવાના રસ્તે જાણીતી દુધ ડેરીની બહાર આવેલી હનુમાનજીની દેરી તોડવા ગયેલી પાલિકાની ટીમે મોડી રાત્રે ખાલી હાથે પરત ફરવુ પડ્યું હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે ઘટનાની જાણ થતા...
vadodara   હનુમાનજીની દેરી તોડવા પહોંચેલી પાલિકાની ટીમનું ધાર્યું ન થયું

VADODARA : વડોદરા (VADODARA) ના રાણેશ્વર મંદિર ચાર રસ્તાથી ગોત્રી તરફ જવાના રસ્તે જાણીતી દુધ ડેરીની બહાર આવેલી હનુમાનજીની દેરી તોડવા ગયેલી પાલિકાની ટીમે મોડી રાત્રે ખાલી હાથે પરત ફરવુ પડ્યું હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર નિતીન દોંગા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસ પણ આવી પહોંચી હતી. સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઇ જતા પાલિકાની ટીમનું ધાર્યું થયું ન્હતું.

Advertisement

લોકો એકત્ર થઇ ગયા

વડોદરા પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દબાણોનો સફાયો કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે. તેવામાં ગતરાત્રે આશરે 10 વાગ્યાના આરસામાં પાલિકાની ટીમ શહેરના વાસણા રોડ વિસ્તારમાં આવેલા રાણેશ્વર મંદિર ચાર રસ્તાથી ગોત્રી તરફ જવાના રસ્તે જાણીતી દુધ ડેરીની બહાર આવેલી હનુમાનજીની દેરી તોડવા માટે પહોંચી હતી. દરમિયાન આ વાતની જાણ સ્થાનિકોને થતા લોકો પણ એકત્ર થઇ ગયા હતા. અને પાલિકાની કામગીરીનો વિરોધ કરવા લાગ્યા હતા. જે બાદ સ્થાનિક પોલીસ અને વોર્ડ - 10 ના  કોર્પોરેટર નિતીન દોંગા પણ આવી પહોંચ્યા હતા.

ટીમે ખાલી હાથે પરત ફરવું પડ્યું

જે બાદ પાલિકાની ટીમ દ્વારા દેરી દુર કરવાની કામગીરી પડતી મુકવામાં આવી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. જેને પગલે પાલિકાની ટીમે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, આ દેરી ઘણા વર્ષોથી અહિંયા આવેલી છે. આ ડેરી જોડે સ્થાનિકોને આસ્થા જોડાયેલી છે. નિયમીત રીતે સ્થાનિકો અહિંયા દિવો-આરતી પણ કરતા હોય છે. ત્યારે પાલિકાની ટીમ દેરીને દુર કરવા આવી પહોંચતા સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અને પાલિકાની ટીમને ધાર્યુ પાર પાડતા અટકાવી દેવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પાદરા પાસે ધોબી ઘાટ પર દિવાલ ધરાશાયી, મહિલાઓ ઇજાગ્રસ્ત

Advertisement
Tags :
Advertisement

.