Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હીટવેવના વાતાવરણ વચ્ચે પાલિકાને ચોમાસાની ચિંતા

VADODARA : વડોદરા (VADODARA) માં હાલ બપોરના સમયે હીટવેવની (HEAT WAVE) પ્રબળ શક્યતાઓ જણાઇ આવે છે. તેવામાં પાલિકાનું (VMC) તંત્ર સવારથી જ ચોમાસાની ચિંતામાં કામે લાગ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. પાલિકા તંત્રની ટીમો દ્વારા પ્રિમોન્સુન કામગીરી હેઠળ અનેક કામો કરવામાં...
vadodara   હીટવેવના વાતાવરણ વચ્ચે પાલિકાને ચોમાસાની ચિંતા

VADODARA : વડોદરા (VADODARA) માં હાલ બપોરના સમયે હીટવેવની (HEAT WAVE) પ્રબળ શક્યતાઓ જણાઇ આવે છે. તેવામાં પાલિકાનું (VMC) તંત્ર સવારથી જ ચોમાસાની ચિંતામાં કામે લાગ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. પાલિકા તંત્રની ટીમો દ્વારા પ્રિમોન્સુન કામગીરી હેઠળ અનેક કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં ટ્રી ટ્રીમીંગ (TREE TRIMMING) , વરસાદી ચેનલની સફાઇ તથા તળાવોની સફાઇ જેવા કામોનો સમાવેશ થાય છે.

Advertisement

ચોમાસાની ચિંતા

હાલ વડોદરા સહિત રાજ્યભરમાં હીટવેવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બપોરના સમયે કોઇ બહાર નિકળવાનું પસંદ નથી કરતું. અને જો બહાર નિકળવું પડે તેવું જ હોય તો ગરમીથી બચવાના ઉપાયો સાથે લોકો નિકળતા હોય છે. તેવામાં ભર ઉનાળે વડોદરાનું પાલિકા તંત્ર ચોમાસાની ચિંતામાં કામ કરી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેર માર્ગ પરના વૃક્ષોના ટ્રીમીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

વૃક્ષ પડવાની શક્યતાઓ નહિવત

પાલિકાના કર્મચારીઓ ટ્રકમાં સવાર થઇને અનેક વિસ્તારોમાં રસ્તા પરના વૃક્ષોનું ટ્રીમીંગ કરી રહ્યા છે. ચોમાસામાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે ત્યારે ઝાડ પડવાની શક્યતાઓ રહેલી છે. આ સ્થિતીને ધ્યાને રાખતા વૃક્ષોનું ટ્રીમીંગ હાથ ધરવામાં આવે છે. જેથી ચોમાસામાં વૃક્ષ પડવાની શક્યતાઓ નહિવત કરી શકાય.

Advertisement

લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે

આ સાથે જ પાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરતી કાંસની પણ સઘન સફાઇ હાથ ધરવામાં આવી રહી છે. સફાઇ કરવાના કારણે વરસાદી પાણીનો સમયસર નિકાલ થઇ જતો હોય છે. અને પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળતી હોય છે. આ સાથે જ પાલિકાનું તંત્ર શહેરના વિવિધ તળાવોની સફાઇ પર પણ ધ્યાન આપી રહ્યું છે. આમ, પાલિકાનું તંત્ર ભરઉનાળે પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વિવિધ સ્થળોએ કામે લાગ્યું છે. અને ચોમાસામાં લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેવા પ્રયત્નો હાથ ધરી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : પોલીસ મથક નજીક અસંખ્ય વાહનો આગની લપેટમાં

Tags :
Advertisement

.