Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : તરવૈયાઓને નિરાશ કરતા પાલિકા સંચાલિત સ્વિમીંગ પુલ

VADODARA : ઉનાળામાં વેકેશન (SUMMER VACATION) સમયે જ તરવૈયાઓને પાલિકા સંચાલિત સ્વિમીંગ પુલ (SWIMMING POOL) માં નિરાશ થવાનો વારો આવ્યો છે. પાલિકા તંત્ર (VADODARA VMC) દ્વારા સંચાલિત 4 પૈકી 2 સ્વિમીંગ પુલમાં પાણી (WATER CRISIS) ની સમસ્યાને કારણે સ્વિમીંગ પુલ...
vadodara   તરવૈયાઓને નિરાશ કરતા પાલિકા સંચાલિત સ્વિમીંગ પુલ

VADODARA : ઉનાળામાં વેકેશન (SUMMER VACATION) સમયે જ તરવૈયાઓને પાલિકા સંચાલિત સ્વિમીંગ પુલ (SWIMMING POOL) માં નિરાશ થવાનો વારો આવ્યો છે. પાલિકા તંત્ર (VADODARA VMC) દ્વારા સંચાલિત 4 પૈકી 2 સ્વિમીંગ પુલમાં પાણી (WATER CRISIS) ની સમસ્યાને કારણે સ્વિમીંગ પુલ શરૂ નહિ કરી શકતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આગામી સમયમાં પાણીની જરૂરીયાત મુજબ વ્યવસ્થા થશે તો બંધ સ્વિમીંગ પુલ શરૂ કરી શકવાનું પાલિકા સુત્રો જણાવી રહ્યા છે. હવે આ મામલે તંત્ર આગળ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

Advertisement

પુલમાં લીલની ચાદર પથરાઇ

વડોદરા પાલિકા દ્વારા શહેરમાં 4 સ્વિમીંગ પુલનુ સંચાલન કરવામાં આવે છે. હાલની સ્થિતીએ કારેલીબાગ સ્વિમીંગ પુલ સારી રીતે કાર્યરત છે. લાલબાગ સ્વિમીંગ પુલમાં લીલની ચાદર પથરાઇ ચુકી છે. વાઘોડિયામાં આવેલું રાજીવગાંધી સ્વિમીંગ પુલમાં પાણી ભરવાની શરૂઆત કરવામાં આવી છે. જરૂરીયાત મુજબનું પાણી મળતા આ સ્વિમીંગ પુલને શરૂ કરવામાં આવશે તેવું સુત્રો જણાવી રહ્યા છે. સરદાર બાગ સ્વિમીંગ પુલમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

શરૂ કરવા માટે પાણી મળતું નથી

પાલિકા અધિકારી અંકુશ ગરૂડ જણાવે છે કે, ચાર પૈકી કારેલીબાગ અને લાલબાગ સ્વિમીંગ પુલ ચાલુ છે. વાઘોડિયામાં સ્વિમીંગ પુલમાં સિવિલ વર્ક પૂર્ણ થઇ ગયું છે. પાણી ભરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પૂર્વ વિસ્તારમાં પાણીનો કાપ હોવાથી પાણી મળી નથી રહ્યું. આજથી અડધો કલાક પાણી મળશે. પાણી ભરાતા સ્વિમીંગ પુલ શરૂ કરવામાં આવશે. સરદાર બાગ સ્વિમીંગ પુલમાં ફિલ્ટરનું ટ્રાયલ લેવાઇ ગયું છે. તે સફળ રહ્યું છે. તેમાં સિવિલ વર્કની કામગીરી પૂર્ણ થવામા આરે છે. જે બાદ શરૂ કરાશે. પુલ શરૂ કરવા માટે પાણી મળતું નથી. હાલમાં પીવાના પાણીને પ્રાથમિકતા આપરવામાં આવે છે.

Advertisement

મહિનાના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા

વધુમાં અધિકારી જણાવે છે કે, લાલબાગ સ્વિમીંગ પુલ વર્ષ 1975 માં બનેલો છે. તેને 45 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. હાલ તેની ટાઇલ્સની ગ્લેસ પતી ગઇ છે. લાલબાગ પુલમાં પાણી આવે છે, તે સીધું પુલમાં આવે છે, પાણી ડહોળાશ વાળું આવતું હોવાથી. તે ગ્લેસ પર ચોંટી જાય છે. અને ગ્લેશ પુરી થઇ ગઇ હોવાથી તે લીલમાં પરિવર્તિત થાય છે. લીલ કાઢવા માટે પૂલ ખાલી કરવો પડે. તેને વોશ કરાવવો પડે. અને ફરી તેને ભરવો પડે. પુલ સબમર્સિબલ પંપથી 2 - 3 દિવસમાં ખાલી થઇ જાય, પણ ભરવાનો સમય 20 - 25 દિવસ જેટલો લાગી શકે છે. સરદાર બાગ અને રાજીવ ગાંધી પુલ ચાલુ થશે, ત્યાર બાદ લાલબાગ પુલનું શટડાઉન લઇશું. હાલ લાલ બાગ પુલની સાફસફાઇ ચાલી રહી છે. લાલબાગમાં પાણી કાપ હોવાથી પાણી ઓછુ મળે છે. સરદાર બાગ અને રાજીવ ગાંધી પુલ માટે પાણી નિયમીત મળે તો આ મહિનાના અંત સુધીમાં શરૂ થઇ જશે.

આ પણ વાંચો -- VADODARA : કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢીયારના ચૂંટણી પ્રચારની શરૂઆત

Advertisement

Tags :
Advertisement

.