Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લોકોના પ્રશ્ને રજુઆત કરતા BJP ના મહિલા કોર્પોરેટરનું "અપમાન"

VADODARA : વડોદરામાં લોકોના પ્રશ્ને રજુઆત કરવા જતા ભાજપના મહિલા કાઉન્સિલર જાગૃતિબેન કાકા (BJP CORPORATOR JAGRUTIBEN KAKA) નું પાલિકાના મહિલા અધિકારી દ્વારા અપમાન કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલા અધિકારીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાજર રહેવા માટે જણાવતા...
vadodara   લોકોના પ્રશ્ને રજુઆત કરતા bjp ના મહિલા કોર્પોરેટરનું  અપમાન

VADODARA : વડોદરામાં લોકોના પ્રશ્ને રજુઆત કરવા જતા ભાજપના મહિલા કાઉન્સિલર જાગૃતિબેન કાકા (BJP CORPORATOR JAGRUTIBEN KAKA) નું પાલિકાના મહિલા અધિકારી દ્વારા અપમાન કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલા અધિકારીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાજર રહેવા માટે જણાવતા તેમણે લેખિતમાં આપવા જણાવ્યું હતું. આખરે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ મુલતવી રાખવામાં આવી છે. ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, બંને પક્ષને જાણ્યા બાદ સોલ્યુશન લાવવામાં આવશે.

Advertisement

કમિટીની બેઠકમાં મુકવામાં આવ્યો

વડોદરામાં મસમોટો પગાર લેતા અધિકારીઓ દ્વારા લોકોના પ્રશ્નોની અવગણના કરવામાં આવી રહી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભાજપના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકા દ્વારા લોકોના પ્રશ્ને રજુઆત કરવામાં આવતા અધિકારી ઉશ્કેરાયા હતા અને ઉડાઉ જવાબ આપ્યો હતો. આખરે સમગ્ર મામલો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુકવામાં આવ્યો હતો.

તમે પબ્લીકમાં મુલાકાત લો

વડોદરાના વહીવટી વોર્ડ નં - 13 ના ભાજપના મહિલા કાઉન્સિલર જાગૃતિબેન કાકા જણાવે છે કે, પરમ દિવસે મારા વિસ્તારની રજુઆત લઇને ડેપ્યુટી કમિ. ભાવનાબેન ઝાલા પાસે હું ગઇ હતી. મારા વિસ્તારમાં સફાઇ, પાણી, પાણીમાં મિશ્રણ સહિતની ઘણી સમસ્યા છે. તેમણે કહ્યું કે, હું સાત વાગ્યે નિકળી જાઉં છું. નવ વાગ્યા સુધી ઝોનમાં ફરું છું. મેં પુછ્યું કે, તમે મારા વોર્ડમાં ક્યારે આવ્યા. તેમણે કહ્યું કે, હું બદામડી બાગ આવી હતી. મેં કહ્યું, બદામડી બાગ પાલિકાની ઓફિસ છે, કોઇ સ્લમ વિસ્તાર નથી, ત્યાં કોઇ રહેતું નથી, તમે પબ્લીકમાં મુલાકાત લો. અને જાતે જુઓ તો લોકોની સમસ્યા ખબર પડશે. આજે નવાપુરામાં જુઓ તો ગેસ ડિપાર્ટમેન્ટ, મોબાઇલ કંપનીનો ખાડો હોય. ગીચ વિસ્તાર છે, ત્યાં સફાઇ પણ નથી થતી. સફાઇ સેવકો ચાર દિવસ સુધી રજા પર હોય છે. બીજા સફાઇ સેવકો રીટાયર્ડ થયા હોય. આ બધા પ્રશ્નો છે.

Advertisement

સુલભ શૌચાલય જેવું અનુભવાય

વધુમાં તેઓ જણાવે છે કે, જે બાદ તેઓ જોરશી બોલ્યા કે, હું આખો ઉત્તરઝોન ભેગું કરીને તમારૂ નવાપુરા ચકાચક કરી દઉં. તમે એની મને કમીટમેન્ટ આપો છો કે કચરો નહિ પડે. એટલે મેં તેમને કહ્યું કે, નવાપુરામાં માણસો રહે છે, જનાવર નથી રહેતા. જનાવર પણ ચોખ્ખી જગ્યા જોઇને બેસે છે. તમે જે ઓફિસમાં બેસો છો, ત્યાં સુલભ શૌચાલય જેવું અનુભવાય છે. તમે કોઇ અધિકારીને કમિટમેન્ટ આપ્યું, જો તમે તમારી ઓફિસમાં ન કરી શકતા હોય તો સ્લમ વિસ્તારમાં કેવી રીતે અપેક્ષા રાખી શકો છો.

દરેક સભ્યોનો મને સહકાર આપ્યો

વધુમાં તેમણે ઉમેર્યું કે, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનના પીએ દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અમને લેખીતમાં આપે તો હું સ્ટેન્ડિંગમાં આવીશ. સ્ટેન્ડિંગના દરેક સભ્યોનો મને સહકાર આપ્યો છે. તમામે કહ્યું કે, કોર્પોરેટરનું અપનામ નહિ સહન કરીએ. આજની સ્ટેન્ડિંગ મુલતવી રાખી છે. અન્ય કોર્પોરેટર સાથે પણ તેમણે ગેરવર્તણુંક કરી હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યાં સુધી તેઓ નહિ આવે ત્યાં સુધી એક પણ સભ્ય સ્ટેન્ડિંગ નહિ ચલાવે.

Advertisement

સ્થાઇ સમિતી મુલતવી રાખવામાં આવી

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, કમિટીના મેમ્બર જાગૃતિબેન કાકા દ્વારા રજુઆત કરવામાં આવી કે, ઝોનની ઓફિસમાં તેમની અને ઉત્તરઝોનના DYMC ભાવનાબેન વચ્ચે કોઇ બાબતને લઇને વિવાદ થયો છે. જેમાં કોર્પોરેટરની લાગણી દુભાઇ, અને તેમનું અપમાન થયાની લાગણી ઉદ્ભવવા પામી છે. તેમણે રજુઆત કરી કે, ડીવાયએમસીએ તેમનું અપનામ કરવામાં આવ્યું છે. જેને લઇને સ્થાઇ સમિતી મુલતવી રાખવામાં આવી છે. બંનેને સમજાવવામાં આવ્યા છે. ટુંકા ગાળામાં તમામને એકત્ર કરીને ચર્ચા વિચારણા કરીને સોલ્યુશન લાવવામાં આવશે. સામેનો પક્ષ સાંભળીનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

આ પણ વાંચો -- VADODARA : વિજ મીટરોમાં આગને લઇ મચી દોડધામ

Tags :
Advertisement

.