VADODARA : એક જ દિવસમાં VMC ના કર્મીઓ મોટી સંખ્યામાં નિવૃત્ત
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VMC - VADODARA) ના અનેક વિભાગોમાં કર્મચારીઓની ખોટ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ગતરોજ પાલિકાના ક્લાક - 1 થી લઇને સફાઇ સેવકો સુધી અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા 98 જેટલા કર્મચારીઓ રીટાયર્ડ થયા છે. જેને લઇને પાલિકામાં કર્મચારીઓની ધટ વધી હોય તેવી સ્થિતી સામે આવવા પામી છે. હવે પાલિના કર્મચારીઓની ઘટને લઇને તંત્ર દ્વારા આગામી સમયમાં શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
કર્ચચારીઓની ઘટ હજી વધે તેવી ઘટના
વડોદરા શહેરનું સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ હકીકત એવી છે કે, શહેરને સ્માર્ટ બનાવવાનું ઉદ્દેશ્ય સેવતા તંત્ર પાસે જરૂરી મહેકમ જ નથી. જરૂરી મહેકમ ન હોવાના કારણે હવે તંત્રએ ઇન્ચાર્જ અધિકારીઓને ભરોસે કેટલાય વિભાગોનુ કામ ચલાવવું પડે છે. આ સ્થિતી વચ્ચે તાજેતરમાં પાલિકાના એન્જિનીયર્સ દ્વારા બાકી પદો પર જલ્દી નિયુક્તી કરવાની માંગ કરી છે. જો તેમ કરવામાં નહી આવે તો સામુહીક રાજીનામાની ચિમકી પણ ઉચ્ચારી છે. તેવામાં પાલિકામાં કર્ચચારીઓની ઘટ હજી વધે તેવી ઘટના સામે આવી છે.
કામનું ભારણ પણ વધશે
સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરોજ પાલિકાના 98 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થયા છે. જેમાં વોર્ડ નં - 13 ના રેવન્યુ વિભાગના અધિકારી સહિત 21 જુનિયર - સિનિયર ક્લાર્ક અને 76 જેટલા પટાવાળા તથા સફાઇ સેવકોનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં પાલિકાના વિવિધ પદ પર ફરજ નિભાવતા કર્મચારીઓ નિવૃત્ત થતા કર્મચારીઓની ઘટ વધશે. અને જો સમયસર યોગ્ય સંખ્યામાં ભરતી કરવામાં નહી આવે તો હાલના કર્મચારીઓ પર કામનું ભારણ પણ વધશે, તે નક્કી છે. હવે પાલિકા તંત્ર નવી ભરતીને લઇને કેટલા સમયમાં પરિણામલક્ષી કામગીરી હાથ ધરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : વરસાદ ટાણે તળાવમાં ફીણ દેખાયુ, કેમિકલના નિકાલની આશંકા