VADODARA : ઉંચા ભાવ વસુલતી રેસ્ટોરેન્ટ્સના સેમ્પલ VMC ના ટેસ્ટમાં "નાપાસ"
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી મગ દાળ, પનીર, સીઝવાન રાઇસ, આઇસક્રીમ, પનીર બટર મસાલા, ચીલી પાવડર, સેવ ટામેટાનું શાક, આમરસ, છોલે (પ્રીપેર ફુડ), દમ વેજ બીરીયાની, મેંગો મીલ્ક શેક વિગેરેનું વેચાણ કરતા રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ફુડ સર્વીસીસ હોટલ ફુડ સર્વીસીસ રેસ્ટોરન્ટ, ઉત્પાદક વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. સઘન ઇન્સ્પેકશનની કામગીરી દરમિયાન લેવામાં આવેલ નમુનાઓ પૈકી 15 નમુનાઓ નાપાસ આવેલ છે. જેમાં 2 નમુનાઓ અનસેફ અને 13 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે. હવે પાલિક દ્વારા વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેમાં વોક ઓન ફાયર, પ્રસાદમ, શ્રી ખોડિયાક કાઠીયાવાડી ઢાબા સહિત અનેક નામચીન રેસ્ટોરેન્ટ્સનો સમાવેશ થાય છે.
સઘન ઇંસ્પેકશનની કામગીરી
વડોદારામાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મગદાળ, પનીર, સીઝવાન રાઇસ, આઇસક્રીમ, પનીર બટર મસાલા, ચીલી પાવડર, સેવ ટામેટાનું શાક, આમરસ, છોલે (પ્રીપેર ફુડ), દમ વેજ બીરીયાની, મેંગો મીલ્ક શેક વિગેરેનું વેચાણ કરતા રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ફુડ સર્વીસીસ હોટલ ફુડ સર્વીસીસ રેસ્ટોરન્ટ, ઉત્પાદક વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી છે.
13 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યા
ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા વડોદરાનાં વિવિધ વિસ્તારોમાં આવેલ રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ફુડ સર્વીસીસ હોટલ ફુડ સર્વીસીસ રેસ્ટોરન્ટ, ઉત્પાદકમાંથી મગદાળ, પનીર, સીઝવાન રાઇસ, આઇસક્રીમ, પનીર બટર મસાલા, ચીલી પાવડર, સેવ ટામેટાનું શાક, આમરસ, છોલે, દમ વેજ બીરીયાની, મેંગો મીલ્ક શેક વિગેરેનાં 15 નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અયોગ્ય જાહેર થયેલા છે. જે પૈકી બે નમુના અનસેફ અને 13 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે. જે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વાંચો યાદી
આ પણ વાંચો -- VADODARA : હાર્દિક પંડ્યાના રોડ-શોના રૂટ પર દબાણશાખાનો સપાટો